રાજ્યમાં પત્રકાર અને સમાજસેવક તથા આરટીઆઇ એક્ટિવીસ્ટના નામે તોડપાણી કરનારા તત્વો અવાર નવાર ઝડપાતા રહે છે અને તાજેતરમાં તો સુરતમાં કથિત પત્રકાર કે આરટીઆઇ એક્ટિવીસ્ટના નામે ધમકાવીને તોડપાણી કરનારા તત્વો સામે પોલીસ દ્વારા કડક પણ કાર્યવાહી કરાઇ છે ત્યારે હવે ફ્રોડ પત્રકારો બાદ યુ ટ્યુબ ચેનલના નામે માઇક લઇને સરકારી કચેરીઓમાં જઇ અધિકારીઓ અને સામાન્ય જનતાને પણ ટાર્ગેટ બનાવીને રંજાડી રહેલા કેટલાક ખંડણીખોરો સામે પણ કાર્યવાહી કરાઇ છે.ત્યારે વડોદરા શહેર પોલીસે પણ કથિત આરટીઆઇ એક્ટિવીસ્ટ, અને કથિત પત્રકારો, ક્થિત સમાજ સેવક પોલીસના રડારમાં આવી ગયા છે. શહેરના લોકો અને સરકારી કચેરીના અધિકારીઓને રોફ મારી તોડપાણી કરનારા વડોદરાના કેટલાક તત્વોની પણ પોલીસે યાદી તૈયાર કરી છે
આ પ્રકારે તોડબાજી કરનારા 300 યુ ટ્યુબરનું લિસ્ટ પણ પોલીસ દ્વારા તૈયાર કરી લેવાયું છે અને આ 300 યુ ટ્યુબરની શંકાસ્પદ ગતિવીધીઓને પણ ધ્યાનમાં લેવાઇ છે. પોલીસ હવે આ તત્વો સામે કડક કાર્યવાહી કરીને તમામને જેલભેગા કરી દેશે. સુરત પોલીસના અધિકારી નકુમે મીડિયાને જણાવ્યું હતું કે પોલીસે આવા તત્વોની યાદી તૈયાર કરી છે. ગેરકાયદેસરના બાંધકામના નામે કેટલાક કથિત આરટીઆઇ એક્ટિવીસ્ટ લોકો પાસેથી ખંડણી માગતા હતા અને પૈસા પડાવતા હતા. આવા ખંડણીખોરો સામે સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાઇ રહી છે અને અત્યાર સુધી આવા ગુનાની 59 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. તથા 4 લોકોને પાસા હેઠળ પણ ધકેલવામાં આવ્યા છે. પોલીસે અપીલ કરી હતી કે કોઇ પણ પ્રકારના ભય વગર તેઓ પોલીસ સમક્ષ આવીને ફરિયાદ કરી શકે છે. પોલીસે કહ્યું કે જે વિસ્તારમાં સૌથી વધુ આરટીઆઇ કરીને લોકો પાસેથી તોડપાણી કરવામાં આવતી હતી તેનો ડેટા એકત્ર કરાયો હતો અને પોલીસ કાર્યવાહી શરુ કરવામાં આવી હતી જેમાં લોકો આગળ આવવા માડ્યા હતા અને એક પછી એક ફરિયાદો નોંધાતી રહી હતી. સુરત પોલીસે 45 દિવસમાં અત્યાર સુધી 59 ફરિયાદ નોંધી છે અને 31 કરતા વધુ આરોપીની ધરપકડ પણ કરી છે.
તોડપાણી કરીને રંજાડનારા તત્વો અંગે નિર્ભયતાથી પોલીસમાં ફરિયાદ કરો...
સુરતમાં તો છેલ્લા દોઢ મહિનાથી તોડબાજ પત્રકારો અને કથિત આરટીઆઇ એક્ટિવીસ્ટ અને યુ ટ્યુબર્સ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. વડોદરા પોલીસે જાહેર જનતાને પણ અપીલ કરી છે કે કોઇ ખંડણી માગે તો તત્કાળ પોલીસ કન્ટ્રોલ રુમનો સંપર્ક કરે. વડોદરામાં પણ આવા કથિત આરટીઆઇ એક્ટિવીસ્ટ અને કથિત પત્રકારો તથા કથિત સમાજસેવકો છે જે આરટીઆઇ કરીને તોડપાણી કરી રહ્યા છે. વડોદરામાં તોડબાજોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જો કોઇ હપ્તો માગીને રંજાડનારા તત્વો નો સામનો થાય તો ત્વરીત નિર્ભીય. બનીને શહેર પોલીસ કન્ટ્રોલ રુમનો સંપર્ક કરવો જોઇએ
Reporter: admin







