વડોદરા : પોલીસ દારૂબંધીના સખ્ત અમલ માટે પ્રયાસો કરી રહી છે છતાંય બુટલેગરો પોલીસને ગાંઠતા નથી, અને અવનવા અખતરાઓ કરી બુટલેગરો ગાંધીના ગુજરાતમાં દારૂનો વેપલો કરી રહ્યા છે.

ત્યારે હરણી પોલીસે ટ્રાન્સપોર્ટના પાર્સલમાં છુપાવી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. હરણી પોલીસે બાતમીના આધારે અમદાવાદથી સુરત જતા સર્વિસ રોડ પર ગોલ્ડન ચોકડી બ્રિજ ઉતરતાં ACPL ગોડાઉનના પાર્કિંગમાંથી શરાબનો જંગી જથ્થો પકડાયો હતો. બુટલેગરો આ શરાબનો જથ્થો ટ્રાન્સપોર્ટના પાર્સલમાં છુપાવી લાવ્યા હતા.પોલસે આ દારૂ કોણે મંગાવ્યો હતો તે દિશામાં પણ તાપસ હાથ ધરી છે.


Reporter: admin







