શહેરની કપુરાઇ પોલીસે કન્ટેનરમાં પ્લાયવુડની પ્લેટોની આડમાં ભરેલ દારુનો વિશાળ જથ્થો ઝડપી પાડી કન્ટેન્ટર ચાલકની અટકાયત કરી હતી.
પોલીસે બાતમીના આધારે ગોલ્ડન ચોકડીથી સુરત તરફ જવાના રસ્તે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી મુજબનું કન્ટેનર આવતા તેને રોકીને તેના ડ્રાઇવરનું નામ પુછતા તેનું નામ કામિલ યુનુસ ખાન (હરિયાણા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેને સાથે રાખીને તપાસ કરતા કન્ટેનરમાંથી પ્લાયવુડનો સ્ટોક દેખાયો હતો અને તેની ઉપરના ભાગે પ્લાસ્ટીકના કંતાનમાં પોલીસે તપાસ કરતા દારુ અને બિયરનો જથ્થો જોવા મળ્યો હતો.
પોલીસે 316368 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ કરતા મેવાડના જાનુ મોહમંદે તેને દારુ ભરી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે આ મામલે માલ ભરી આપનાર તથા નામુ મોહમંદ ને વોન્ટેડ જાહેર કરી તપાસ આદરી હતી.
Reporter: admin







