News Portal...

Breaking News :

ફિલ્મીની થ્રીલર કહાનીની જેમ માતા-પુત્રએ યુવકની ઠંડા કલેજે હત્યા કરી

2024-04-16 12:08:58
ફિલ્મીની થ્રીલર કહાનીની જેમ માતા-પુત્રએ યુવકની ઠંડા કલેજે હત્યા કરી

 તરસાલીમાં રહેતા જીમ ટ્રેનર સતિશ વસાવાએ પૈસાની લેવડદેવડ મામલે ફાઇનાન્સર જૈમીન પંચાલની દારૂ પીવડાવી હત્યા કરી હતી મૃતદેહનો કુંઢેલા પાસેની નર્મદા કેનાલમાં નિકાલ કર્યો હતો પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.ACP પ્રણવ કટારિયાએ પત્રકાર પરિષદ સંબોધન કરતા જણાવ્યું હતું કે જૈમીનના મૃતદેહને શોધવા કેનાલ ખાલી કરાઇ હતી ભારે જહેમત બાદ ફાયર લાશ્કરોને મોડી રાત્રે જૈમીનનો મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી.

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મોતીનગરમાં પત્ની અને એક સંતાન સાથે સંયુક્ત પરિવારમાં રહેતા 30 વર્ષીય ફાઈનાન્સર જૈમીન વિનોદભાઈ પંચાલ નાણા ધીરધાર નું કામ કરતો હતો. ગત 31 તારીખે જૈમીન પોતાની બાઈક લઈને ઘરેથી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયો હતો. મોડી રાત સુધી ઘરે પરત નહિ આવતા પરિવારે તેની શોધખોળ શરુ કરી હતી. જોકે તેનો કોઈ પત્તો નહિ લાગતા મકરપુરા પોલીસેને જૈમીન ગુમ થયાની ફિરયાદ આપવામાં આવી હતી. 

ફાઈનાન્સનું કામ કરતો યુવક ભેદી સંજોગોમાં ગુમ થયાની ફરિયાદ મળતા જ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઘનિષ્ટ શોધખોળ આરંભી હતી. 

પોલીસે તપાસ દરમિયાન જૈમીનના મોબાઈલનું અંતિમ લોકેશન તરસાલી બાયપાસ નજીક એક રહેણાંક વિસ્તારમાં દેખાયું હતું. જે વિગતના આધારે પોલીસે તરસાલી બાયપાસ નજીકના સીસીટીવી તપાસવાનું શરુ કર્યું હતું. જેમાં જૈમીન ગુમ થયા બાદ તેની બાઈક લઈને એક બુકાનીધારી યુવક તરસાલી વિસ્તારમાં અવરજવર કરતો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે બાઈકને એક ગેરજમાં જતા જોઈ હતી અને ત્યાં જઈને તપાસ કરતા ગેરેજ માલિકને તે બાઈક જૈમીનના ખાસ મિત્ર સતીષ વસાવાએ ગેરેજ માલિકને વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું. પોલીસને મહત્વની કડી હાથ લાગતા સતીષ વસાવાની અટકાયત કરીને પૂછપરછ શરુ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસ પૂછપરછમાં સતીષ વસાવાએ જણાવ્યું હતું કે, જૈમીનને 31 તારીખે સતીષે તેના ઘરે શરાબની મેહેફીલ માટે બોલાવ્યો હતો. જ્યાં ઘરે દારૂની પાર્ટી કરી હતી. જૈમીનને ચિક્કાર દારૂ પીવડાવ્યા બાદ તેના મોઢા પર બળપૂર્વક ઓશીંકુ દબાવીને સતીષે ઠંડા કલેજે જૈમીનની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ જૈમીનની લાશને ઠેકાણે લગાવવા માટે સતીષ વસાવાની માતાએ પણ મદદ કરી હતી. મોપેડના કવરમાં જૈમીનની લાશ ઢાંકીને લાશને જૈમીનની બાઈક પર મૂકી હતી. અને ત્યાર બાદ હાઇવે પર માતાને બાઈક પરથી ઉતારી રીક્ષામાં રવાના કર્યા બાદ લાશને ધનીયાવી પાસે લઇ જઈને નર્મદા એપ્રોચ કેનલમાં ફેંકી દીધી હતી.

ફિલ્મી કહાની ની જેમ હત્યાને અંજામ આપનાર સતીષ વસાવાની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીએ મારનાર જૈમીન પાસેથી ટુકડે ટુકડે દોઢ લાખ જેટલી રકમ ઉધાર લીધી હતી. જે રકમ માટે જૈમીન ઉઘરાણી કરતો હતો. અને આ મામલે બંને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. ઉધાર લીધેલા નાના પરત ન આપવા પડે તે માટે માતા પુત્રએ હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું.  સતીષે જૈમીનની હત્યા કરીને લાશને કેનાલમાં ફેંકતા પહેલા શરીર પર પહેરેલું સોનું લુંટી લીધું હતું અને મોબાઈલ તેમજ એટીએમ પણ કેનાલમાં ફેંકી દીધા હતા. 

સમગ્ર ઘટનામાં મકરપુરા પોલીસે જૈમીન પંચાલના મૃતદેહ ની શોધખોળ શરૂ કરી હતી.

Reporter:

Related Post