[વડોદરા મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી હતી..આજે મળેલી બે સભામાં શાસક અને વિપક્ષના કાઉન્સિલરોની વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી. વિપક્ષ ની જેમ જ શાસકના કાઉન્સિલરો પણ આક્રમક તેવરમાં રજૂઆત કરતા જોવા મળ્યા. ચીફ ફાયર ઓફિસરની ભરતીનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા હતા. સમા જલારામ મંદિર થી સમા ગામ તરફ બિલ્ડરો દ્વારા કરેલા દબાણ મુદ્દે પરાક્રમથી જાડેજાએ રજૂઆત કરી હતી.

કોર્પોરેટર આશિષ જોષી એ સામાન્ય સભામાં અટલબ્રિજનો મુદ્દો ઉઠાવ્યો હતો. જીતેશ ત્રિવેદીની મહેરબાનીથી કોર્પોરેશનને ખોટ જઈ હોવાનું જણાવ્યું હતું. ટાઉન પ્લાનિંગમાં ભરપૂર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.દબાણ મુદ્દે વારંવાર ની રજુઆત છતાં દબાણ ની કામગીરી યથાવત પાલિકાના ભાજપ ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા એ સામાન્ય સભામાં ગંભીર મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યું હતું.સમા વિસ્તારમાં જલારામ મંદિર પાસે ગેરકાયદેસર બાંધકામ મામલે બિલ્ડર અને તેના મળતીયાઓ વિરૂદ્ધ અનેક વાર ફરિયાદ બાદ પણ કાર્યવાહી ન થતાં હોવાની વાત કહી અનેક આક્ષેપો કર્યા હતા.હવે રજૂઆત કરવાની મર્યાદાની લિમિટ આવી ગઇ હોવાનું જણાવી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી.આ મુદ્દે પરાક્રમસિંહ જાડેજા એ તીખી પ્રતિક્રિયા આપતાં માહિતી આપી હતી.અધિકારીઓ કામ ન કરતાં હોવાની પરાક્રમસિંહ જાડેજા ના વાતમાં સુર પુરાવતા પૂર્વ મેયર અને કોર્પોરેટર નિલેશ રાઠોડે અધિકારી રાજા આવી ગયું છે તેવું લાગે છે તેમ જણાવી અધિકારી ની તાકીદ ની મીટીંગ બોલાવી સભાસદો ની સાચી વાત સાંભળી ત્વરિત કાર્યવાહી થાય તેવી વાત મૂકી હતી..કિયોસ્ક બોર્ડ ના ઇજારદાર પાસે બાકી નાણા વસૂલવા કાઉન્સિલર ની રજુઆત આજરોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર 15 ના કાઉન્સિલર આશિષ જોષી દ્વારા ગુરુબાલ ઇન્ફોમેડીયા સોલ્યુશનના ઇજારદાર પાસેથી બાકી નીકળતા 60 લાખ રૂપિયા વસૂલવા રજૂઆત કરી હતી. શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી કિયોસ્ક બોર્ડ નો ઈજારો આપવામાં આવ્યો હતો આ ઇજારા હેઠળ બ્રિજ પર 206 જેટલા જાહેરાતના બોર્ડ લગાવવામાં આવ્યા છે જેના 60 લાખ ઉપરાંતની રકમ પાલિકાએ ગુરુ બાલ ઇન્ફોમેડીયા સોલ્યુશન પાસેથી લેવાના નીકળે છે ત્યારે આ મુદ્દે પાલિકા તરફથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કાઉન્સિલર દ્વારા કરવામાં આવી છે.પાલિકાની સામાન્ય સભામાં ચંદ્રકાંત શ્રીવાસ્તવની રજૂઆતો પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા અલગ અલગ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને એક સમયે ફ્લોર પર બેસી વિરોધ પણ નોંધાવ્યો હતો.તેઓ દ્વારા ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસરની ભરતી બાબતની દરખાસ્ત આવી હતી તે મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો અને ધારા ધોરણ વગર દરખાસ્ત ચડાવવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે સંજયનગર ઝુપડપટ્ટી તોડવામાં આવી તે બાદ મકાન ધારકોને ભાડા પેટે જે રકમ નક્કી થઈ હતી તે પણ ચૂકવવામાં નથી આવતી અને ત્યાં હજુ કોઈ સ્કીમ બની નથી આ બાબતની રજૂઆત પણ કરી હતી. સાથે આ લોકોને તેઓની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરી હતી. સાથે આજવા ખાતે અતાપી નો મુદ્દો પણ તેઓએ ઉઠાવ્યો હતો. સાથે ટીપીમાં જમીન કપાત મુદ્દે ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સાથે રજૂઆત કરી હતી.ચીફ ફાયર ઓફિસરની દરખાસ્ત બહુમતીના જોરે મંજૂર આજરોજ પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સામાન્ય સભા યોજાઇ હતી જેમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ દ્વારા અલગ અલગ મુદ્દાએ રજૂઆતો કરવામાં આવી હતી.

ખાસ કરીને આજની સભામાં ચીફ ફાયર ઓફિસરને નિમણૂક કરવાની દરખાસ્ત મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાનો દોર ચાલ્યો હતો અને આ દરખાસ્ત નીતિ નિયમ વિરુદ્ધ લાવવામાં આવી હોવાના છે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા. વિરોધ પક્ષના નેતા દ્વારા એક તબક્કે ફ્લોર પર બેસી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો પરંતુ સત્તા પક્ષની બહુમતીના જોરે કામને મંજૂર કરવામાં આવ્યું હતું સ્થાયી સમિતિ દ્વારા સભાની મંજૂરી અર્થે મુકવામાં આવેલ કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી.ચીફ ફાયર ઓફિસર તો બહારના જ બનશે..સત્તાના મદમાં શાસકો બન્યા મદમસ્ત શહેરના ચીફ ફાયર ઓફિસરની વિવાદીત નિમણૂકની દરખાસ્તને ગુરુવારે મળેલી સામાન્ય સભામાં શાસક પક્ષે સત્તાના જોરે મંજૂર કરાવી લીધી છે. ચીફ ફાયર ઓફિસરની જગ્યામાં મનોજ પાટિલ નામના મુંબઇના વ્યક્તિની પસંદગી કરાઇ હોવાની વ્યાપક ચર્ચા ચાલી રહી છે ત્યારે સત્તાના મદમાં રહેલા શાસકોએ વિરોધને પણ ગણકાર્યો નથી. મનોજ પાટિલને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પણ રીજેક્ટ કરી દીધો છે ત્યારે વડોદરા મનપા તેને કઇ લાયકાતના જોરે લેવા માગે છે તે સમજી શકાય તેમ નથી.આજે મળેલી પાલિકાની સામાન્ય સભામાં ચીફ ફાયર ઓફિસરને નિમણૂક કરવાની દરખાસ્ત મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાનો દોર ચાલ્યો હતો અને આ દરખાસ્ત નીતિ નિયમ વિરુદ્ધ લાવવામાં આવી હોવાના આરોપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા. વિરોધ પક્ષના નેતા દ્વારા એક તબક્કે ફ્લોર પર બેસી પોતાનો વિરોધ નોંધાવાયો હતો.વિરોધ પક્ષના નેતા ચન્દ્રકાંત ભથ્થુએ ચીફ ફાયર ઓફિસરની જગ્યામાં એક જ વ્યક્તિના નામની દરખાસ્ત બાબતે સતા પક્ષને ઘણા સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે આ જગ્યા માટે 8 ઉમેદવારો પણ છે. ઉપરના આદેશથી આમ થઇ રહ્યું છે.બીજી તરફ કાઉન્સીલર અમી રાવતે પણ સભામાં કહ્યું હતું કે વડોદરા ઇન્ડસ્ટ્રીઝથી ઘેરાયેલું છે ત્યારે બહારનો વ્યક્તિ લઇને આવો ત્યારે વડોદરા શહેર સાથે ઘોર અન્યાય થઇ રહ્યો છે. વડોદરાનો વ્યક્તિ હોય તો તે વડોદરાની ગલીથી જાણકાર હોય છે. બહારના વ્યક્તિને ટોપ મોસ્ટ પોસ્ટ પર લવાય ત્યારે વડોદરા શહેરને ચોક્કસ અન્યાય થાય છે. તે વડોદરાને સમજે તે પહેલાં તો મોટી હોનારત થઇ ગઇ હશેઆ બાબતે સ્થાયીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ કહ્યું કે અગ્રીમતાના આધારે આ દરખાસ્ત આવી છે.કલેક્ટર કમિશનર બહારથી આવે છે ત્યારે ચીફ ફાયર ઓફિસર બહારથી આવે તો તેમાં શુ ખોટું છે.ત્રણ વર્ષનો મિનીમમ અનુભવ જોઇએ છે. તમામ એક્સપર્ટે ભેગા રહીને ઇન્ટરવ્યુ કરેલા છે. વિપક્ષે ચીફ ફાયર ઓફિસરની નિયુક્તીમાં બહારના વ્યક્તિની પસંદગી કરવા બદલ શાસકોની ભારે ઝાટકણી કાઢી હતી. વિપક્ષનો સવાલ પણ વ્યાજબી છે કારણ કે ચીફ ફાયર ઓફિસર શહેરીજનોની સુરક્ષા માટે સીધો જવાબદાર છે. એક તરફ ઉદ્યોગોના કારણે વડોદરા શહેર જીવતા બોંબ પર બેઠું છે ત્યારે બિન અનુભવી વ્યક્તિ અને લાયકાત વગરના વ્યક્તિને ચીફ ફાયર ઓફિસર જેવી મહત્વની જગ્યામાં પસંદગી કરી લેવાય તે યોગ્ય નથી પણ સત્તાના મદમાં રહેલા શાસકોને આ બાબત અંગે કોઇ દરકાર ના હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. વિપક્ષનો ઉગ્ર વિરોધ હોવા છતાં સત્તા પક્ષે બહુમતીના જોરે કામને મંજૂર કરવામાં આવ્યું હતું સ્થાયી સમિતિ દ્વારા સભાની મંજૂરી અર્થે મુકવામાં આવેલ કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી.






Reporter: admin