ગત અઠવાડિયે સમગ્ર રાજ્યમાં વરસાદે ભારે તબાહી સર્જી છે તેના પગલે ઠેકાણે પાણી ભરાઈ જવાના તેમજ ગરીબ પ્રજાના ઘરોમાં પાણી ઘૂસી જવાના પગલે ઘરવખરી પલળીને ખરાબ થઈ ગઈ હોવાના હજારો કિસ્સાઓ સામે આવ્યા છે
સાથે સાથે વરસાદી માહોલના પગલે મજૂરીયાત ગરીબ પ્રજાને મજૂરીથી વંચિત રહેતા બે ટંક ખાવાના પણ ફાફા પડવા માંડ્યા છે તેવામાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના આહવાનના પગલે તેમ જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સુચના ના પગલે સાવલી તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષકો દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા પ્રાથમિક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો ભર તડકામાં ગામડે ગામડે ફરીને અસરગ્રસ્તોને રાશન કીટ પહોંચાડી રહ્યા છે
જેના પગલે તાલુકાની પ્રજા પણ શિક્ષકોના આ માનવીય અભિગમની સરાહના કરી રહ્યા છે આ કીટ વિતરણ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમાર તાલુકા સંઘના પ્રમુખ યોગેશ પટેલ નરેન્દ્ર સિંહ મહામંત્રી સંજય પટેલ જોષી ભાઈ ધીમંતભાઈ વિજયસિંહ વાઘેલા સહિતના મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા
Reporter: admin