વડોદરા : શહેરના નિઝામપુરા વિસ્તારમાં ભાડેથી રહેલા એક આરોપી સામે ગુનાની તપાસ દરમિયાન નવો ખુલાસો થયો છે. આરોપી રક્ષીત રવીશ ચોરશીયા, જે નિઝામપુરા ખાતે એક મકાનમાં ભાડેથી રહેતો હતો, તેની સંડોવણી ધરાવતા કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મકાન માલિકે ભાડા કરાર વગર અને પોલીસ સ્ટેશનમાં કોઈ જાણ કર્યા વિના તેને મકાન ભાડે આપ્યું હતું.

પોલીસ દ્વારા મકાન માલિક પાસે ભાડા કરાર અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની પુષ્ટિ કરવામાં આવી હતી. જો કે, કોઈ સત્તાવાર દસ્તાવેજો કે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની નોંધ મળી નહી. આ કારણે, ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા મકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તેના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
Reporter: admin