દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સ્વચ્છતાનો આગ્રહ રાખતા હોય તો એની પાછળ એમનો ભાવ સાચુંકલા કચરાને હટાવવાનો હોય છે.

પણ વડોદરાના નેતાઓ મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનને નામે દેખાડો કરવામાં માહેર છે. હવે, આજની જ વાત કરીએ તો મોદી સાહેબના 75મા જન્મ દિવસની ઉજવણી માટે વડોદરાના મેયર, સ્થાયી ચેરમેન, કાઉન્સિલરો, ધારાસભ્યો સહિતના નેતાઓ ગાંધીનગર ગૃહ પાસે હાજર રહ્યા હતા અને તેમણે શહેરની મધ્યમાં દેખાડા પૂરતી સાફસફાઈ કરીને સ્વચ્છોત્સવની ઉજવણી કરી હતી.

અહીં સવાલ એ ઉપસ્થિત થાય છે કે, વડોદરામાં સ્વચ્છોત્સવનો પ્રારંભ કરવો જ હોય તો એવા વિસ્તારથી કરવો જોઈએ જ્યાં ખરેખર ગંદકી-કચરો હોય. પણ ઓછી મહેનત કરવી પડે તે માટે આપણા શહેરના મહાનુભાવોએ એવા સ્થળને પસંદ કર્યું જ્યાં રેસિડેન્શિયલ એરિયા ખુબ ઓછો છે. એટલે કાયમ સ્વચ્છ રહેતા રોડ પર સાફસફાઈનો દેખાડો કરીને સત્તાધીશોએ સ્વચ્છોત્સવની શરુઆત કરી હતી.



Reporter: admin







