News Portal...

Breaking News :

એલસીબી સ્ટાફે ચેક કરતા ગાડીમાં મોટા જથ્થામાં દારૂ મળ્યો

2025-09-15 15:39:16
એલસીબી સ્ટાફે ચેક કરતા ગાડીમાં મોટા જથ્થામાં દારૂ મળ્યો


વડોદરા: જિલ્લામાં કરજણ તાલુકાના ભરથાણા ગામની સીમમાં NH 48 પર ભરૂચથી વડોદરા તરફ જવાના ટ્રેક ઉપર ટોલનાકા પાસે એક આઇસર ગાડીને રોકી જિલ્લા એલસીબી સ્ટાફે ચેક કરતા ગાડીમાં મોટા જથ્થામાં દારૂ મળ્યો હતો. 


ચાલક જાવેદ નુરમહંમંદ (રહે, પઠાણ ટોલી સાસરામ (નગરપરીસદ) રોહતાસ, બીહાર) તથા કેબીનમા બેઠેલો રાજેશ મહેશગીરી ગૌસ્વામી (રહે, દાદપુર, ગોવીંદપુર, હરીદ્રાર, ઉતરાખંડ)ની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસ દ્વારા આઇસર ગાડી, 41.45 લાખ કિંમતનો દારૂનો જથ્થો, બે મોબાઈલ મળી 51.54 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post