અમદાવાદ : નારણપુરા પોસ્ટ ઓફિસ પાસે આવેલા ચાર રસ્તા પર મંગળવારે મોડી રાત્રે ક્રેટા ગાડીએ બાઇકને અડફેટે લીધું હતું. જેમાં બાઈક ઉપર સવાર બે યુવાન પૈકી એકનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
આ ક્રેટા કાર કોઈ મહિલા ચલાવી રહી હોવાનું સ્થાનિક રહીશોને કહેવું છે, અકસ્માત કરનારી મહિલાએ કોઈને ફોન કરતા એક ગાડી આવી હતી. તેમાં બેસીને મહિલા ભાગી ગઈ હતી.નારણપુરા પોસ્ટ ઓફિસ પાસે આવેલા ચાર રસ્તા ઉપરથી મંગળવારે મોડી રાત્રે એક ક્રેટા ગાડી પૂરઝડપે પસાર થઈ રહી હતી. ગાડી ચાર રસ્તા ઉપર આવતાની સાથે જ ગાડીએ સામેથી બાઈક ઉપર આવી રહેલા બે યુવકોને અડફેટે લીધા હતા.
જોકે ગાડીની સ્પીડ એટલી બધી હતી કે બાઈક ગાડીની અંદર જ ઘૂસી ગયું હતું અને બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. 108ની ટીમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા બેમાંથી એક યુવક મૃત્યુ પામ્યો હતો. જ્યારે અન્ય એક ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
Reporter: admin







