News Portal...

Breaking News :

વડોદરામાં ડમ્પરને રિવર્સ લેવડાનાર મજૂર જ પૈડા નીચે કચડાઇ ગયો

2024-04-27 20:03:04
વડોદરામાં ડમ્પરને રિવર્સ લેવડાનાર મજૂર જ પૈડા નીચે કચડાઇ ગયો

વડોદરાના ડેસર વિસ્તારમાં ક્વોરીમાં ડમ્પર રિવર્સ લેતા સમયે આધેડ અડફેટે ચડી જતા મૃત્યુ નિપજ્યું છે. ડેસર પોલીસ મથકમાં રાકેશ પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, આધેડ ખેત મજૂરી કરીને જીવન ગુજારી રહ્યા હતા. તેઓના પિતા કમનભાઇ કાળુભાઇ પરમાર રૂદ્ર મિનરલ્સ ક્વોરીમાં ફિડીંગની પોસ્ટ પર નોકરી કરી રહ્યા હતા. આ દરમિયાન ક્વોરીના મેનેજરનો ફોન આવ્યો અને જણાવ્યું કે, પિતા કમનભાઇનો ક્વોરીમાં અકસ્માત થયો છે. તેથી તરત જ પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા.

હોસ્પિટલમાં પહોંચેલા પરિવારજનોએ દવાખાનામાં જઇને જોતા પિતાને PM રૂમમાં રાખવામાં આવ્યા હતા. તેઓને કમરથી સાથળ સુધીનો ભાગ કચડાઈ ગયો હતો. તેમના પર મોટું ડમ્પર ચડી ગયું હોય તેમ જણાતું હતું. આ દરમિયાન ક્વોરી મેનેજરે જણાવ્યું કે, ડમ્પર ડ્રાઇવર વિનોદ ઉરાડે પ્લાન્ટમાંથી ડમ્પર ભરેલી ગ્રીટને સ્ટોકમાં ખાલી કરવા માટે રિવર્સ લેતા હતા. કમનભાઇ પરમાર ડમ્પર રિવર્સ લેવડાવવા માટે પાછળથી સાઇડ બતાવતા હતા.પોલીસ દ્વારા કાર્યવાહી આ દરમિયાન તેઓ ડમ્પરના પાછળના વ્હીલની અડફેટમાં આવી ગયા હતા. જેથી ડમ્પરનું વ્હીલ નીચે કમનભાઈ આવી હતા. જે બાદ તેમને તાત્કાલિક ડેસર દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબો દ્વારા તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ડમ્પર ચાલક વિનોદભાઇ બાબુભાઇ ઉરાડે (રહે. રુદ્રા મિનરલ પ્લાન્ટ) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે આગળીની કાર્યવાહી હાથ ધરી છે


Reporter: News Plus

Related Post