ઇમ્ફાલ : મણિપુરમાં વર્ષ 2025 શાંતિપૂર્ણ પસાર થવાની આશા પર પાણી ફરી વળ્યું છે. જેમાં આજે વર્ષની શરૂઆતમાં ફરી એક વાર હિંસા ભડકી છે.

કુકી બળવાખોરો ઘાટીના કાંગપોકપી શહેરમાં પ્રવેશ્યા છે. તેમજ શહેરમાં જિલ્લા કલેક્ટરનીઓફિસ પર પણ હુમલો કર્યો છે. આ અથડામણમાં મણિપુર પોલીસના એસપી ઘાયલ થયા હતા. હિંસાને કારણે કાંગપોકપી જિલ્લામાં સ્થિતિ વધુ વણસી છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલા બાદ સ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે.

Reporter: admin