ડભોઇ : કારતક વદ અમાવસ્યાની તિથી હોય ડભોઇ તાલુકાના કરનાળી તીર્થના કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.

તીર્થક્ષેત્ર કરનાળીના નર્મદા કિનારે આવેલા અને શ્રદ્ધાળુઓને ફળ આપનારા એકમાત્ર કુબેર ભંડારી મહાદેવ મંદિર નો મહિમા રહેલો છે. કુબેર દાદાના દર્શન પૂજન કરવાથી શ્રદ્ધાળુઓને સુખ શાંતિ પ્રાપ્ત થતી હોય કુબેર ભંડારી મંદિરે પાંચ અમાસ ભરવાના મહિમા ને અનુલક્ષી લાખો શ્રદ્ધાળુઓ અહીં પધારતા રહ્યા છે.

ત્યારે કારતકવદ રવિવારી અમાસની તિથી હોવાથી મોડી રાતથી જ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી રેગ્યુલર અમાસ ભરનારા શિવભક્તો સહિતના શ્રદ્ધાળુઓ ઉમટવા લાગ્યા હતા નર્મદા નદી પાવન ડુબકી લગાવી મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા દર્શનાર્થીઓ માટે કરાયેલા આયોજન મુજબ શિવભક્તો શિસ્તબધ્ધ રીતે કતારમાં ઊભા રહી કુબેર દાદાના દર્શનનો લાભ દીધો હતો.



Reporter: admin