News Portal...

Breaking News :

કોરીયાએ માત્ર ૧૫ મિનિટમાં જ લેબગ્રોન ડાયમંડનું નિર્માણ કરતી ટેકનોલોજી વિકાસાવી

2024-06-15 10:17:21
કોરીયાએ માત્ર ૧૫ મિનિટમાં જ લેબગ્રોન ડાયમંડનું નિર્માણ કરતી ટેકનોલોજી વિકાસાવી


 લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં પણ સુરત જગવિખ્યાત બની ચુક્યું છે. તાજેતરમાં લેબગ્રોન ડાયમંડના ભાવમાં ૩૭ ટકા સુધીનો ઘટાડો કરવા લેવાયેલા નિર્ણય બાદ દેશભરના લેબગ્રોન ડાયમંડ ઉત્પાદક સુરતને વધુ એક આંચકો લાગ્યો છે. 


કોરીયાએ માત્ર ૧૫ મિનિટમાં જ લેબગ્રોન ડાયમંડનું નિર્માણ કરતી ટેકનોલોજી વિકાસાવી છે. કોરીયાએ ડેવલપ કરેલી અદ્યતન ટેકનોલોજીથી વૈશ્વિક ફલક ઉપર લેબગ્રોન ડાયમંડના બિઝનેઝમાં ભારતની મોનોપોલી સામે જોખમ ઊભું થયું છે.કોરિયાએ કોઈપણ પ્રકારના બીજ કણો વિના ઝડપથી સિન્થેટીક ડાયમંડ તૈયાર કરતી નવિનત્તમ ટેકનોલોજી વિકસાવી છે. હીરાના ઉત્પાદન માટે તેમની આ સુપરફાસ્ટ પધ્ધતિથી સુરત સહિત સમગ્ર ભારતભરમાં તૈયાર થતા લેબગ્રોન ડાયમંડના ભાવ તૂટવનો ભય ઉપસ્થિત થયો છે. કોરીયા દ્વારા માત્ર ૧૫ મિનિટના ટૂંકાગાળામાં લેબગ્રોન ડાયમંડ તૈયાર કરવામાં આવી રહ્યાં હોય ભારતની સાથોસાથ ચાઈનાથી થતાં એક્સપોર્ટ ઉપર પણ પ્રતિકુળ અસર જોવા મળશે. 


ભારત અને ચીન બંને દેશોનું માર્કેટ કહો કે મોનોપોલી તૂટશે તેવી ચિંતા ઉદ્યોગકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુમાં, લેબોરેટરીમાં હીરા તૈયાર કરવાની પદ્ધિત સમય માંગી લેતી પ્રક્રિયા છે. 'ઉચ્ચ દબાણ અને ઉચ્ચ તાપમાન' આધારિત પદ્ધતિથી હીરાને તૈયાર કરવામાં અંદાજિત ૧૨ દિવસ જેટલો લાગે છે. દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારામને ગત વર્ષે બજેટમાં ભારતમાં હીરાના ઉત્પાદનને વેગ આપવા લેબોરેટરીમાં તૈયાર થતાં હીરા માટેના 'બીજ' માટે કસ્ટમ ડયુટીમાં ઘટાડો કર્યો હતો. સરકારે હવે એલજીડીમાં સંશોધન માટે ઈન્ડિયા સેન્ટર ફોર લેબગ્રોન ડાયમંડ્સની સ્થાપના કરવા માટે આઈઆઈટી મદ્રાસને ૨૪૨ કરોડની ગ્રાન્ટ પણ ફાળવી છે.

Reporter: News Plus

Related Post