અલ્હાદપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે કિંજલબેન પટેલનો ભવ્ય વિજય ત્રણ સભ્યોમાંથી બેનો વિજય જ્યારે એકની કારમી હાર

વડોદરા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો હવે રસપ્રદ થતા જાય છે ત્યારે એક પછી એક વડોદરાના ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો સામે આવતા સમર્થકો તેમજ ટેકેદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડોદરાના અલ્હાદપુરા ગ્રામ પંચાયત ખાતે સરપંચ તરીકે કિંજલબેન પટેલનો ભવ્ય વિજય થયો છે
જ્યારે સભ્ય પદે કલ્પનાબેન પટેલનો પણ વિજય થયો છે તેમની પેનલમાંથી તેમનો સરપંચ તરીકે તેમજ બે સભ્ય નો વિજય થયો છે જ્યારે એક સભ્યની કારમી હાર થઈ છે. અઢી વર્ષના વહીવટદાર શાસન બાદ ગામના તમામ મુખ્ય પ્રશ્નોને પૂર્ણ વેગ સાથે આવરી લેવામાં આવશે તેમ સરપંચના વિજય ઉમેદવાર કિંજલબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Reporter: admin







