News Portal...

Breaking News :

આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કર્યો

2025-12-15 10:10:55
આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કર્યો


અમદાવાદ : સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ અને સમરસતા જળવાય તે માટે પ્રયત્નો કરતા હોય છે. 


પરંતુ બીજી બાજી સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો સામે આધુનિક વિચારોનો વિરોધાભાસ થયાની ઘટના આજના સમયમાં અનેકવાર બને છે.આવી જ ઘટના જાણીતી ગાયિકા કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે બની છે. કિંજલ દવેએે આજના આઘુનિકો વિચારો-માનસિકતાને અનુરૂપ અન્ય આંતરજ્ઞાતિય યુવક સાથે લગ્ન કરવા માટે નિર્ણય કર્યો અને સગાઈ કરી. જ્યારે બીજી બાજુ ઔદિચ્ય બ્રહ્મ સમાજે બેઠક કરીને કિંજલ દવેના પરિવારનો આ મુદ્દે બહિષ્કાર કર્યો.ગુજરાતમાં જાણીતી બનેલી ગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં એક બિઝનેસમેન સાથે સગાઈ કરી છે.


આ બિઝનેસમેન બ્રહ્મ સમાજથી ન હોઈ અને આંતરજ્ઞાતિય છે તેવી ફરિયાદ સાથે ઔદિચ્ય બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો છે. કાંકરેજના શિહોરી ખાતે આજે સમાજની બેઠક મળી હતી અને જેમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવા નિર્ણય લેવાયો હતો. આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે નારાજગી રજૂ કરીને કિંજલ દવેના પિતા અને પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવાની જાહેરાત કરી છે.

Reporter: admin

Related Post