વડોદરા : રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહેશે ત્યારે વડોદરા શહેરના બજારમાં અવનવી રાખડીઓ અને ખાટુ શ્યામની રાખડીએ આકર્ષણ જમાવ્યું હતું.

આ વખતે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ, શનિવારે ઉજવવામાં આવશે. ભારતીય શાસ્ત્રોમાં, શ્રાવણી પર્વ રક્ષાબંધનને એક ખાસ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે એક સાથે ઘણા શુભ યોગો બની રહ્યા છે, જે તેને ખૂબ જ દુર્લભ અને શુભ બનાવી રહ્યા છે. રક્ષાબંધન એટલે ભાઈ અને બહેન વચ્ચે પ્રેમ, રક્ષણ અને વિશ્વાસનો તહેવાર પણ છે. જેમાં બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય, સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ 8 ઓગસ્ટ, શુક્રવારના રોજ બપોરે 2:12 વાગ્યાથી શરૂ થશે.

આ તિથિ 9 ઓગસ્ટ, શનિવારના રોજ બપોરે 1:24 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિ અનુસાર, રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરના બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે ત્યારે બાળકો માટે કાર્ટુન ની વિવિધ રાખડીયો સાથે ભાઈ માટે ખાટું શ્યામ ની રાખડીયો બજારમાં જોવા મળી રહી છે સાથે ભાઈ ભાભી ની રાખડીઓ પણ જોવા મળી રહી છે. ગાત વરસ કરતા આવ વરસ નજીવો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બજારોમાં ખરીદી નીકળતા વેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે. અહીં આવતી બહેનો પણ વિવિધ પ્રકારની રાખડીઓ જઈને ખુશ થઈ જાય છે અને રાખડીઓ ખરીદી કરે છે. તેમ વેપારીએ જણાવ્યું હતું.





Reporter: admin







