વડોદરા શહેરના મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર ભાવનાબેન ઝાલા તેમજ ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિ ને બદલે થતાં નવનિયુક્ત ડેપ્યુટી કમિશનર તરીકે કેતન જોશી અને વી એમ રાજપુતને નિમણૂક કરવામાં આવી હતી ત્યારે શુક્રવાર ના રોજ તેઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે.
નવા આવેલા મ્યુનિસિપલ કમિશનરને ફાળવણી કરવામાં આવી છે તે ખાતાની વાત કરવામાં આવે તો ડેપ્યુટી કમિશનર કેતન જોશીને સામાન્ય વહીવટ વિભાગ, લીગલ વિભાગ, ઇન્કવાયરી વિભાગ, હિસાબી શાખા, જન સંપર્ક વિભાગ ગુમાસ્તાધારા અને આકારની શાંખાનો ખાતું સોંપવામાં આવ્યું હતું.
વી એમ રાજપુતને ઇલેક્શન શાખા, વસ્તી ગણતરી શાખા, વીએસસીડીએલ વિભાગ, પ્લેનેટોરિયમ વિભાગ, સ્ટ્રીટ લાઈટ વિભાગ,એક્સપ્રાઈઝ સેલ ટુરિસ્ટ વિભાગ સહિતના ખાતુ સોંપવામાં આવ્યું હતું. મહત્વની વાત છે કે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા નવા નિમણૂક કરાયેલા બંને ડેપ્યુટી કમિશનરને તમામ પ્રકારના ખાતા સોપવામાં આવ્યા હતા.
Reporter: admin