News Portal...

Breaking News :

વાહનોની વિગતો નહીં રાખનાર 10 ગેરેજ સંચાલકો સામે કારેલીબાગ પોલીસે ગુનો નોંધ્યો

2025-11-25 15:56:42
વાહનોની વિગતો નહીં રાખનાર 10 ગેરેજ સંચાલકો સામે કારેલીબાગ પોલીસે ગુનો નોંધ્યો


વડોદરા:  કારેલીબાગ વિસ્તારમાં આવેલા ગેરેજોમાં વાહનોની વિગતો નહીં રાખનાર 10 ગેરેજ સંચાલકો સામે કારેલીબાગ પોલીસે ગુનો નોંધ હતો.


આતંકવાદી પ્રવૃત્તિ તેમજ વાહન ચોરીના બનાવો અટકાવવા માટે ગેરેજોમાં થતી વાહનોની લે-વેચ માટે કેટલીક સૂચનાઓ આપતું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં વાહનોની ડિટેલ તેમજ તેના માલિકોની વિગત રાખવી જરૂરી છે. 


કારેલીબાગના બહુચરાજી રોડ વિસ્તારમાં આવેલા ગેરેજોમાં પોલીસે તપાસ કરતા 10 ગેરેજ સંચાલકો દ્વારા વાહનોની વિગત રાખવામાં નહીં આવી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી કારેલીબાગ પોલીસે તમામ સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.

Reporter: admin

Related Post