News Portal...

Breaking News :

કારેલીબાગ વિશ્વકુંજ સોસાયટી ગણેશ યુવક મંડળ દ્વારા વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટને ગણેશ પંડાલમાં નો એન્ટ્રી

2024-09-08 00:14:21
કારેલીબાગ વિશ્વકુંજ સોસાયટી ગણેશ યુવક મંડળ દ્વારા વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટને ગણેશ પંડાલમાં નો  એન્ટ્રી



વડોદરા શહેરના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે વિશ્વકુંજ સોસાયટી ગણેશ યુવક મંડળ દ્વારા વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટને નો - એન્ટ્રી ગણેશ પંડાલમાં એવું ડેકોરેશન બનાવ્યું છે. પૂરમાં કોઈપણ પ્રકારની કામગીરી કરી નથી. તેવા ફોટા પણ મુકવામાં આવ્યા છે. જેથી ગણેશ પંડાલ માં આવી ફોટા પાડી ખોટી પબ્લિસિટી કરવા આવું નહીં. 
 


વડોદરા શહેરમાં 26 ઓગસ્ટના રોજ જે પુર આવ્યું હતું તે પૂર કુદરતી નહીં પરંતુ માનવસર્જીત હતું. વડોદરા શહેર આખું જળબંબાકાર થઈ ગયું હતું. દર વર્ષે જે વિસ્તારમાં પાણી ભરાતા નથી એ વિસ્તારમાં પણ આ વખતે પાણી ભરાઈ ગયા હતા. આખું વડોદરા શહેર પાણી પાણી થઈ ગયું હતું. પરંતુ જે સ્થાનિકોએ ખોબે ખોબે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને મત આપ્યા હતા એ એક પણ નેતાઓ દેખાયા ના હતા. જેના કારણે સ્થાનિકોનો ગુસ્સો ભરાયા છે. પૂરના પાણી વિસ્તારમાંથી અને સોસાયટી અને ઘરોમાં થી નીકળી ગયા બાદ ફૂડ પેકેટ અને પાણીની બોટલ આપીને ફોટો સેશન કરતા નેતાઓ પર નાગરિકો રોસે ભરાયા છે. જ્યારે અમે બે દિવસ પાણીમાં હતા અમારા ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને ખાવા માટે અનાજ કે પીવા માટે પાણી પણ ન હતું ત્યારે તમે દેખાયા નથી અને હવે ફોટો સેશન કરવા આયા છો તેમ કહેતા જ નેતાઓને સ્થળ પર થી નીકળવાની ફરજ પડી હતી. મેયર, દંડક ધારાસભ્ય અને કોર્પોરેટરો નાગરિકોના રોષના ભોગ બન્યા છે. હવે જ્યારે ગણેશ ઉત્સવ ની જયારે શરૂઆત થઈ છે 



શહેરના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે વિશ્વકુંજ સોસાયટી ગણેશ યુવક મંડળ દ્વારા વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર નો એન્ટ્રી ગણેશ પંડારમાં કારણ કે પૂર વખતે કોઈપણ કામગીરી કરી નથી. મદદ કરવામાં આવી નથી. જેથી ગણેશ મંડળ માં આવીને ફોટા સેશન કરીને સસ્તી પ્રસિધ્ધિ મેળવી નહીં. આ યુવક મંડળ દ્વારા પુરમાં જે તેમના વિસ્તારની પરિસ્થિતિ હતી તેવા ફોટાનું ડેકોરેશન પણ મૂકવામાં આવ્યા છે.
પુરમાં કોર્પોરેટરો દ્વારા કોઈપણ કામગીરી કરવામાં ન આવતા સ્થાનિક રહિશોનો ગુસ્સો સાતમા આસમાને છે.

Reporter: admin

Related Post