News Portal...

Breaking News :

વડોદરા શહેરમાં અધિક મુખ્ય સચિવ કમલ દયાણીની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ઉજવાયો

2025-06-27 16:21:37
વડોદરા શહેરમાં અધિક મુખ્ય સચિવ કમલ દયાણીની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ઉજવાયો


વડોદરા શહેરની ડૉ. હોમીભાભા પ્રાથમિક શાળા સહિત ૪ શાળાના ૧૧૯ નવનામાંકિત ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવ્યો.

શિક્ષણની ગુણવત્તામાં સુધારણા માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર દ્વારા ૨૩ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ને 'સમાજોત્સવ' થીમ સાથે આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે અધિક મુખ્ય સચિવ કમલ દયાણીએ વડોદરા શહેરની ચાર શાળાઓ ખાતે ઉપસ્થિત રહીને ૧૧૯ બાળકોને પ્રવેશ અપાવ્યો છે.


શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે અધિક મુખ્ય સચિવ કમલ દયાણીએ વડોદરા શહેરની મકરપુરા વિસ્તારની ડૉ. હોમીભાભા પ્રાથમિક શાળા (સવાર) અને ડૉ. હોમીભાભા પ્રાથમિક શાળા (બપોર) ખાતે શિક્ષણ જગતમાં પા પા પગલી માંડતા નાના ભૂલકાઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ તેઓએ મકરપુરા વિસ્તારની ઓક્સિલિયમ ઇંગલિશ મીડિયમ સ્કૂલ અને ઝેનિથ હાઈસ્કૂલના બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.અધિક મુખ્ય સચિવશ્રીએ બાલવાડીમાં ૧૬, બાળ વાટિકામાં ૫૦, ધોરણ - ૧ માં ૪૩ અને ખાનગી શાળા માંથી આવેલ ૪૩ બાળકો મળીને કુલ ૧૧૯ નવનામાંકિત ભૂલકાંઓને પ્રવેશ અપાવ્યો હતો. જ્યારે ઓક્સિલિયમ ઇંગલિશ મીડિયમ સ્કૂલ અને ઝેનિથ હાઈસ્કૂલમાં ધોરણ ૯ અને ૧૧ના નવનામાંકિત વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો.અધિક મુખ્ય સચિવ કમલ દયાણીએ નવનામાંકિત બાળકોને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, ૨૨ વર્ષ પહેલા આરંભાયેલ શાળા પ્રવેશોત્સવ આજે શિક્ષણ જગતનો મહોત્સવ બની ગયો છે. કૌશલ્યપૂર્ણ શિક્ષકો અને શિક્ષણમાં આધુનિક સુવિધાઓના સમન્વય થકી રાજયમાં શિક્ષણની ગુણવત્તા સુધરી છે.


કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરામાં મેયર પિન્કીબેન સોનીએ બાળકોને વડોદરા નગર શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરાહના કરતા જણાવ્યું કે, શાળાઓના અદભૂત સંચાલન અને સિદ્ધિઓથી અંજાઈને ખાનગી સ્કૂલમાં ભણતા બાળકો પણ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે આવી રહ્યા છે તે વાતનો ગર્વ છે.કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગતગીત, પ્રાર્થના, વક્તવ્યો સહિત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તમામ શાળાઓમાં અધિક મુખ્ય સચિવએ બાલવાટિકા, આંગણવાડી અને પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા ભૂલકાઓને ગણવેશ અને ઉપયોગી સામગ્રી યુક્ત શૈક્ષણિક કિટ આપીને પ્રવેશ અપાવ્યો હતો.કાર્યક્રમ દરમ્યાન એન.એમ.એમ.એસ., સી.ઇ.ટી., જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ, જ્ઞાનસાધના અને જ્ઞાનસેતુનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે શાળામાં રમતગમત, શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાપ્રવેશોત્સવના કાર્યક્રમ બાદ અધિક મુખ્ય સચિવએ શાળા સંચાલન સમિતિ અને શાળા સંચાલન અને વિકાસ સમિતિના સભ્યો સાથે સંવાદ સાધ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવનાઆ કાર્યક્રમમાં નગર શિક્ષણ સમિતિના સભ્ય, શાળા સંચાલન સમિતિના સભ્યો, શાળાના આચાર્યો, શિક્ષણગણ, વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Reporter:

Related Post