આજે એમ્ફી થિયેટર, કમાટીબાગ ખાતે મતદાન જાગૃતિ માટે મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન લોકસભાની ચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે, તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે. શહેર-જિલ્લામાં વિવિધ કાર્યક્રમો થકી મતદાન જાગૃતિના સંદેશનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે વરણામા ખાતે આવેલી કે. પી. ગ્લોબલ યુનિવર્સિટીમાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ઉભી થાય તે માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુવા મતદારોને મતદાન પ્રક્રિયાથી અવગત કરાવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.
કેજીપીયુ ખાતે આયોજીત મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સ્વીપના કો-ઓર્ડિનેટર ડો. સુધીર જોષીએ પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોને મતદાનનું મહત્વ સમજાવીને ચૂંટણી પ્રક્રિયાની વિસ્તૃત સમજ આપી હતી. તેમજ યુવા મતદારોના ચૂંટણી અને મતદાન સંબંધિત સવાલોના જવાબ આપ્યા હતા. વિદ્યાર્થીઓએ અહીં લોકશાહી તેમજ યુવા મતદારોના મહત્વ વિશેના તેમના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ મતદાન કરી અને કરાવીને લોકશાહીને સુદ્રઢ કરવાના સંકલ્પ લીધા હતા.આ કાર્યક્રમમાં યુનિ. રજિસ્ટ્રાર ચિરાગ નાગદા, નાયબ મામતદાર શૈલેન્દ્ર પરમાર તેમજ યુનિ.ના પ્રોવોસ્ટ ડો. એ. બી. ચૌધરી સહિત યુનિ.નો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.ટીમ સ્વીપ દ્વારા આવતીકાલ તા. ૨૦/૦૪/૨૦૨૪ ને શનિવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે કમાટીબાગ સ્થિત એમ્ફી થિયેટર ખાતે સંસ્કારીનગરીના કલાકારો લાઈવ પર્ફોમન્સ થકી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવશે.
Reporter: News Plus