News Portal...

Breaking News :

અરવિંદ કેજરીવાલ અને કે.કવિતાની 14 દિવસ સુધી વધારાઈ ન્યાયિક કસ્ટડી. 7 મે સુધી જેલમાં જ રહેશે દિલ્હીના મુખ્યમંત્રી

2024-04-23 16:53:08
અરવિંદ કેજરીવાલ અને કે.કવિતાની 14 દિવસ સુધી વધારાઈ ન્યાયિક કસ્ટડી. 7 મે સુધી જેલમાં જ રહેશે દિલ્હીના મુખ્યમંત્રી

દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી રહી છે. દિલ્હી લિકર પૉલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બીઆરએસ નેતા કે. કવિતાની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી વધારવામાં આવી છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં ત્રણેયની કસ્ટડી 14 દિવસ સુધી વધારવામાં આવી છે. આ રીતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હજુ તિહાર જેલમાં જ રહેવું પડશે. કવિતાને પણ તિહાર જેલમાં રાખવામાં આવી છે.રાઉઝ એવેન્યૂ કોર્ટે કવિતાની ન્યાયિક કસ્ટડી સીબીઆઈના કેસમાં વધારી છે, જે દિલ્હી લિકર પોલિસીથી જોડાયેલ છે. કેજરીવાલ, કવિતા અને ચનપ્રીતને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરાયા હતા. અરવિંદ કેજરીવાલની ઈડીએ ગત મહિનાની 21 માર્ચથી ધરપકડ કરી હતી. આ રીતે કેજરીવાલની ધરપકડના અઠવાડિયા પહેલા 15 માર્ચે હૈદરાબાદથી ઈડીએ કવિતાની ધરપકડ કરી. ચનપ્રતીની ધરપકડ 15 એપ્રિલે થઈ હતી.બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કેજરીવાલ અને આપ વિરુદ્ધ વધુ એક ચાર્જશીટ દાખલ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ઈડી 15મી મે પહેલા લિકર પોલિસી કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી શકે છે, જેમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવામાં આવી શકે છે.


Reporter: News Plus

Related Post