ભાડા કરાર, દસ્તાવેજો, કર્મચારીઓ ના પોલીસ વેરિફિકેશન તથા અન્ય રાજ્યોના કર્મચારીઓ ની પોલીસ નોંધણી સહિતની તપાસ હાથ ધરવામાં આવી

દેશની રાજધાની દિલ્હીમાં ગત સોમવારે લાલ કિલ્લા નજીક કાર બ્લાસ્ટ ની ઘટના બની હતી જેના પગલે અન્ય રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઇ છે ત્યારે ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં પણ શનિવારે મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં પોલીસ દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં શેડ્સ માં ઔધોગિક એકમોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પરપ્રાંતીય કર્મચારીઓ તથા અન્ય કામ કરતા કર્મચારીઓ ના પોલીસ વેરિફિકેશન નોંધણી સહિતની શેડના ભાડા કરાર, દસ્તાવેજો,ફાયર એન.ઓ.સી સહિતની તપાસ કાર્યવાહી પોલીસ અધિકારી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં યોજવામાં આવી હતી.દિલ્હીમાં ગત સોમવારે લાલ કિલ્લા નજીક બનેલ કાર બ્લાસ્ટ ની ફિદાયીન ધટના બાદ સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તમામ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યાં છે.ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરના રાજમાર્ગો પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

સાથે વડોદરા શહેરની વિવિધ હોટલો ગેસ્ટ હાઉસ અને ઢાબા નું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે માંજલપુર - મકરપુરા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ કંપનીઓ તથા શેડોમાં સંયુક્ત સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મકરપુરા જી.આઇ.ડી.સી.માં નાની-મોટી કંપનીઓમાં બહારના રાજ્યોમાંથી આવેલા પર-પ્રાંતીયો રહેતા મજુરોની ચકાસણી કરવા કોમ્બીંગ હાથ ધરવામાં આવેલ જેમાં માંજલપુર પોલીસ સ્ટેશન સ્ટાફ તથા મકરપુરા પોલીસ સ્ટેશન સ્ટાફ તથા ક્રાઇમ બ્રાંચની ટીમ ઝોન-03 એલ.સી.બી. ની ટીમો કોમ્બીંગની કરવામાં આવ્યું હતું. મકરપુરા જી.આઈ.ડી.સી.માં નાની-મોટી કંપનીઓ, શેડો લારી-ગલ્લા તથા ઝુપડપટ્ટીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ જેમાં સેફ્ટીને લગતા સાધનો જેવા કે હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ, સી.સી.ટી.વી. કેમેરા તથા સી.સી.ટી.વી કેમેરાનું બેક-અપ છે કે કેમ નહી ફાયર ના સાધનો. સિક્યુરીટીના માણસો છે. તેઓના આધાર પુરાવા કંપનીના કર્મચારીઓના આધાર પુરાવાની ચકાસણી કરી બહારના રાજ્યના હોય તો બી-રોલ ભરવામાં આવેલ તથા કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું સીટીઝન પોર્ટલ ઉપર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પોલીસ વેરીફીકેશન કરવા માટે જરૂરી સુચનાઓ કરી ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીમાં માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

Reporter: admin







