વડોદરા મંડળ ના વાણિજ્ય વિભાગ અને રેલવે પ્રોટેક્સન ફોર્સ (આરપીએફ) એ સ્ટેશનો અને ટ્રેનોમાં એક સંયુક્ત સઘન ટિકિટ ચેકિંગ અને અનધિકૃત વિક્રેતાઓ વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું.

આ અભીયાન નો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને સલામત, સુવિધાજનક અને શિસ્તબદ્ધ મુસાફરીનો અનુભવ પૂરો પાડવાનો અને રેલવેને થતી આવકના નુકસાનને રોકવાનો હતો. આ વિશેષ અભિયાન હેઠળ મંડળ ના વિવિધ મુખ્ય સ્ટેશનો અને ટ્રેનો માં ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરો અને અધિકૃતતા વિના માલ વેચતા વિક્રેતાઓ વિશે જાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. રેલ્વે કાયદા હેઠળ દોષિત વ્યક્તિઓ સામે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી અને દંડ સ્વરૂપે રકમ વસૂલવામાં આવી હતી .
આ અભિયાન દરમિયાન મુસાફરોએ રેલવે વહીવટીતંત્રના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે મુસાફરોની સુવિધા, સલામતી અને શિસ્ત માટે તે મહત્વપૂર્ણ છે.રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને ફરી એકવાર અપીલ કરે છે કે તેઓ હંમેશા માન્ય ટિકિટ સાથે મુસાફરી કરે અને ખાદ્ય પદાર્થો અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ખરીદે.આ પ્રકારના સંયુક્ત અભીયાન ભવિષ્યમાં પણ સમયાંતરે ચાલુ રહેશે, જેથી માત્ર રેલવેની આવક જ નહીં, પરંતુ દરેક મુસાફરને સ્વચ્છ, સલામત અને નિયમબદ્ધ મુસાફરીનો અનુભવ મળે. આ અભિયાન ભારતીય રેલવેની મુસાફરોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવાની સતત પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
Reporter: admin