News Portal...

Breaking News :

આજે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે

2025-06-16 10:01:06
આજે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે


અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે .

આજે વિજય રૂપાણીના પાર્થિવ દેહ નો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આવતીકાલે 16 જૂને સોમવારે સવારે વિજય રૂપાણી નો પાર્થિવ દેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી પરિવારજનોને સોંપવામાં આવશે અને ત્યારબાદ ચાર્ટર્ડ ફ્લાઇટ મારફતે તેમના પરિવારજનો વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ ખાતે લઈ જશે જ્યાં આવતી કાલે સાંજે 5:00 વાગે અંતિમ સંસ્કાર યોજવામાં આવ્યા છે .

રાજ્ય સરકારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નિધનને અનુલક્ષીને આવતીકાલે એક દિવસના શોક ની જાહેરાત કરી છે . રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારના કાર્યક્રમો અને મનોરંજન કાર્યક્રમ યોજવામાં આવશે નહીં. આવતીકાલે સોમવારે 16 જૂને ગુજરાતની તમામ કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે

Reporter: admin

Related Post