સમાજમાં આર્થિક રીતે પછાત વર્ગના સમુહને પુરતી આવક અને સ્વરોજગાર ઊભા કરવા માટે જરૂરી સાધાન સામ્રગી આપવામાં આવે છે.
આ યોજના ગરીબી રેખા નીચે જીવતી વ્યકિતઓને કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચે તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. માનવકલ્યાણ યોજના દ્વારા સમાજનો અંતિમ હરોળનો નાગરિક આત્મનિર્ભર બને સાથે જ આર્થિક રીતે મજબુત બની શકે તે માટે નાણાકીય સહાય તેમજ તાલીમ આપવામાં આવે છે.જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં માનવકલ્યાણ યોજના હેઠળ સ્વરોજગાર માટે ગેરેજની કીટ આપવામાં આવી. જેના દ્વારા તેઓ પોતાની જાતે જ બિઝનેસ ચલાવી શકે તે માટે જરૂરી સાધનો આપવામાં આવ્યા છે.
લાભાર્થી જીગ્નેશભાઈ રાવલ જણાવી રહ્યા છે કે, મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. મારે પોતાનો બિઝનેસ કરવો હતો પરંતુ આર્થિક પરિસ્થિતિના લીધે મેં રોકાઈ ગયો હતો. પરંતુ મને જયારે સરકારકશ્રીની આ યોજના વિશે જાણ થઈ ત્યારે તરત જ આ યોજના માટે અરજી કરી દીધી હતી. હવે મને ગરીબ કલ્યાણ મેળામાં ગેરેજની કીટનો લાભ મળતા મેં પોતાનો ગેરેજનો બિઝનેસ શરૂ કરી શકીશ. તેમણે હર્ષભેર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Reporter: admin