News Portal...

Breaking News :

લૂંટારુઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા જવેલર્સ માલિકનું મોત

2025-07-08 16:54:48
લૂંટારુઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા જવેલર્સ માલિકનું મોત


સુરત: શહેરના સચિન રેલવે સ્ટેશનની નજીક આવેલા શ્રીનાથજી જવેલર્સમાં સોમવારે રાતે 9 વાગ્યાની આસપાસ પાંચ લૂંટારુએ જવેલર્સ માલિકને ગોળી મારી સોની ચાંદીના લૂંટ કરી હતી. 


પરંતુ લોકોનું ટોળું એકઠું થઈ જતાં લૂંટારુઓ કિંમતી વસ્તુવાળો થેલો મૂકીને ભાગી ગયા હતા. જો કે એક લૂંટારુને પકડીને ઢોર માર મારતાં તેની હાલત ગંભીર હોવાનું જણવા મળ્યું છે.સુરતના સચિન વિસ્તારની અંદર કાયદા વ્યવસ્થાને લઈને વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે ખાસ કરીને અહીં ઘણા અસામાજિક તત્વો બેફામ બનીને સ્થાનિક લોકોને પરેશાન કરવાના તેમજ વેપારીઓ સાથે પણ ધાકધમકી કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ ગઈકાલે લૂંટ વિથ મર્ડર ની ઘટના બન્યા બાદ સમગ્ર વિસ્તારની અંદર આક્રોશ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સચિન સ્ટેશન વિસ્તારની આસપાસ ની અંદાજે 2000 કરતાં વધુ દુકાનના વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યું છે. 


2000 કરતા વધુ દુકાનદરોએ સ્વયંભૂ રીતે બંધ પડ્યું છે.સચિન સ્ટેશન વિસ્તારના શ્રીનાથજી જવલેર્સમાં રાત્રિના નવ વાગ્યાના સુમારે ચારથી પાંચ જણા લૂંટ કરવાને ઇરાદે ત્રાટક્યા હતા. લુંટારઓએ તમંચા જેવા ઘાતક હથિયાર બતાવી દુકાનના માલિક આશિષ રાજપરાને બાનમાં લઈ તમંચાની અણીએ સોના અને ચાંદીના દાગીના એક પોટલામાં ભરાવ્યા હતા. આ દરમિયાન દુકાન માલિક આશિષ મહેશ રાજપરા(ઉ.વ. 40,  રહે. રંગઅવધૂત સોસાયટી, સચિન) ને બાનમાં લીધા હતા. ગોકુલધામ વાસી સહિતના રહેવાસીઓએ વિરોધ કર્યો હતો અને લુંટારઓને પકડવા કવાયત કરી હતી. જે અંતર્ગત એક લૂંટારાને પકડી લીધો હતો. તેને માર મારતાં તેની હાલત ગંભીર છે.  લૂંટારુઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ગંભીર ઈજા પામેલા આશિષ રાજપરાનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલમાં ઘટનાસ્થળે ભાગી છૂટેલા અન્ય ત્રણ લૂંટારુઓને પકડી પાડવા પોલીસે ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે.

Reporter: admin

Related Post