News Portal...

Breaking News :

ઈફ્કોનાં ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત,બિપિન ગોતાની હાર નથી ભાજપની હાર છે.!!

2024-05-12 11:13:38
ઈફ્કોનાં ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત,બિપિન ગોતાની હાર નથી ભાજપની હાર છે.!!

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ  ઈફ્કોનાં ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ હતી. મહત્વનું છે કે, છેલ્લી બે ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવતા જયેશ રાદડિયાની જગ્યાએ ભાજપ દ્વારા બિપિન પટેલને મેન્ટેડ આપવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો હતો. ત્યારે આ મુદ્દે હવે ભાજપ નેતા અને સહકારી આગેવાન બાબુ નશિતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઇફકોના ચૂંટણીમાં મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યું અને ચુંટાયા. સી.આર. પાટીલ પ્રમુખ બન્યા પહેલા સહકારી ક્ષેત્રમાં મેળાપીપણું ચાલતુ હતું. આ સાથે તેમણે ઉમેર્યું કે, આ બિપિન ગોતાની હાર નથી ભાજપની હાર છે.

 તેમણે કહ્યુ હતું કે, ઇફકોના ચૂંટણીમાં મેન્ડેટ વિરોધ ફોર્મ ભર્યું અને ચુંટાયા, સી.આર. પાટીલ પ્રમુખ બન્યા પહેલા સહકારી ક્ષેત્રમાં મેળાપીપણું ચાલતુ હતું. કોંગ્રેસમાંથી આવેલ નરેન્દ્ર સિંહ જાડેજાને લોધીકા સંઘ આપ્યું. તેમણે ઉમેર્યું કે, તાલુકા ભાજપનો હું પ્રમુખ હતો ત્યારે મારી સામે શિસ્ત ભગંના પગલાં લીધા હતા. આ બિપિન ગોતાની હાર નથી ભાજપની હાર છે.

આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, જયેશ રાદડીયાને મત આપનારા 113 લોકોની સામે પગલાં લો. ડિસ્ટ્રીક્ટક બેંકમાં રૂપાલા સામે વિરોધમાં પ્રચાર કર્યો હતો. તેમણે કહ્યું કે, મલાઈ વાળી સંસ્થામાં કબ્જો છે. ડેરીનાં ભ્રષ્ટાચાર સામે અગાઉ મે રજૂઆત કરી હતી. ઉંદરની જેમ બધા આડેધડ દોડી રહ્યા છે તેના માટે નિર્ણય લેવો જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, પાર્ટી વિરોધના હોદ્દા લઈ લેવા જોઈએ, ભાજપમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસમાંથી આવેલ નેતા ભ્રષ્ટાચાર કરે છે. બાબુ નશિતે કહ્યું કે, જયેશ રાદડીયા સામે કાર્યવાહી કરો.    

Reporter: News Plus

Related Post