News Portal...

Breaking News :

વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડો વિજય શાહ ની આગેવાની માં જળસંચય અભિયાન ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

2024-07-06 18:11:17
વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડો વિજય શાહ ની આગેવાની માં જળસંચય અભિયાન ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


વિશ્વવિખ્યાત એમ એસ યુનિવર્સિટી ની પોસ્ટ ગ્રેજ્યુએશન યુનિટ ખાતે આવેલ  ઓડિટોરિયમ માં આજરોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર દ્વારા જળસંચાય અભિયાન ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ યુનિવર્સિટીના જળ સંચય નિષ્ણાતો આવ્યા હતા અને જળસંચય કેવી રીતે કરી શકાય તેના ઉપર પોતાના વિચાર રજૂ કર્યા હતા.


વક્તા તરીકે દરેક વખતે વિવિધ ટોપિક ઉપર પોતાના વિચારો રજૂ જેમાં વડોદરા શહેરની પાણીની સમસ્યા માટે વૈજ્ઞાનિક ઉકેલ માટે ડૉ. સંસ્કૃતિ મુજુમદાર (નિર્દેશક, ક્લાઈમેટ ચેન્જ રિસર્ચ સંસ્થા, એસોસિયેટ પ્રોફેસર, M.S.U. સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, શહેરી પૂરનું મૂલ્યાંકન અને વ્યવસ્થાપન દ્વારા ચિરયુ પંડિત (લેક્ચરર, સિવિલ એન્જિનિયરિંગ વિભાગ, પોલિટેકનિક, M.S.U),વરસાદી પાણીના સંચયના સંભવિત લાભો માટે ડૉ. સીમા નિહલાની [કન્સલ્ટન્ટ અને ટેકનિકલ મેનેજર વિથ જીઓ ડિઝાઈન એન્ડ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ),તેમજ INTERECT TO IMPECT & INFLUENCE ઉપર આશુ મનચંદા (એમબીએ, સર્ટિફાઇડ નેશનલ ટ્રેનર, સર્ટિફાઇડ 'ટીટીટી' ટ્રેનર) દ્વારા કરવામાં આવ્યું હતું.


પ્રાથમિક ઉત્પાદન બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વડોદરા શહેરના યુવા અને શિક્ષિત સંસદ હેમાંગ જોશી અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભઈ દેસાઈ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના પ્રથમ નાગરિક પિન્કીબેન સોની,સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ ડો વિજય શાહ તેમજ મહામંત્રી સત્યન ગુલાબ કર રાકેશ સેવક સહિત તમામ પદ અધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું મ્યુનિસિપલ કાઉન્સિલર બંદિશ શાહ દ્વારા ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યું હતું.

Reporter: News Plus

Related Post