આજે જૈનોના ૨૪ માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા ભાવિકોની ભારે ભીડ ને કારણે અડધો કલાક મોડી માંડવી થી નીકળી હતી.

જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે નિકળેલી શોભાયાત્રા. વડોદરા સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારીની અધ્યક્ષતામાં નીકળી હતી. આજે નીકળેલી શોભાયાત્રામાં ભુવનભાનુ સમુદાયના પરમરુચી વિજયજી મહારાજ સાહેબે નિશ્રા પ્રદાન કરી હતી. તથા વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજના સાધ્વીજી ભગવંતો પધાર્યા હતા. રસ્તામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા લવિંગ સાકર નું પાણી ભક્તોને યાત્રામાં પીવડાવ્યું હતું. જીતોના પોખરાજ દોશી, પ્રશાંતભાઈ શાહ રાજેશ જૈન ,કિરણબેન જૈન દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુમંગલ ટ્રષ્ટ દ્વારા ગોડની ચાકીની પ્રભાવના કરવામાં આવી હતી.તથા પરમ વેલફેર ફાઉન્ડેશન દ્વારા કંસાર, બુદી લાડુ નું જમણ કરાવવામાં આવ્યું હતું.વડોરાના ૩૮ જૈન સંઘો દ્વારા અવનવા આકર્ષક ફ્લોટ્સે નગરજનો માં ભારે આકર્ષણ જમાવ્યું હતું. મહિલા મંડળો અને સામાયિક મંડળો દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી.આજની શોભાયાત્રા માં જૈન એલર્ટ ગ્રુપ નું બેન્ડ તથા મહાવીર જૈન વિદ્યાલયના બેન્ડે પણ નગરજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

વડોદરા પાઠશાળા ના નાના નાના ભુલકાઓ જુદાજુદા વેશભૂષામાં કેટલાક બાલિકાઓ ચંદનબાળા, સુલષા,મરુગાવતી બન્યા હતા તો કેટલાક બાળકો જગડુશા શેઠ,શામળશા શેઠ બન્યા હતાં. અલકાપુરી જૈન સંઘ ના પાઠશાળા ના બાળકો વીર સૈનિક બન્યા હતા અને ભગવાન નો ઇન્દ્રો ધ્વારા અભિષેકના ફલોટસે ભારે આકર્ષણ જમાવ્યું હતું. આજના કાર્યક્રમમાં ભાજપના પ્રમુખ ડો જય પ્રકાશ સોની, પુર્વ પ્રમુખ ડો વિજય શાહ જોડાયા હતા. વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે મામાની પોળ ખાતે આવેલ ભગવાન મહાવીર સ્વામી જિનાલય વડોદરાના અતિ પ્રાચીન જિનાલય પૈકી એક છે આ પ્રાચીન જિનાલયનો જિર્ણોદ્ધાર ૯૦ વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો એમ મામાની પોળના અગ્રણી હેમેન્દ્ર શેઠે જણાવ્યું હતું.આ જિનાલયમાં બિરાજમાન મહાવીર સ્વામીની મુર્તિ સંપ્રતિ કાળમાં આશરે ૨૫૦૦ વર્ષ પ્રાચીન છે.આજે ભગવાન મહાવીર સ્વામી ને સોનાની અને ચાંદી ની ૨૦૧ ગીનીથી આંગી કરવામાં આવી હતી જેમાં દર્શનાર્થે કોર્પોરેટર જ્યોતિબેન પટેલ, નંદાબેન જોષી, ધારાસભ્ય અને દંડક બાળુ શુક્લ, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તથા સયાજીગંજ ના ધારાસભ્ય કેયૂર રોકડીયા તથા જૈન કોર્પોરેટર રાખી શાહ ખાસ પધાર્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું






Reporter: admin







