News Portal...

Breaking News :

જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા ઓલ ઇન્ડિયા યુવક યુવતી પરિચય મેળાનું સુંદર આયોજન JJC ચેરમેન કિશોર

2025-01-05 19:51:53
જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા ઓલ ઇન્ડિયા યુવક યુવતી પરિચય મેળાનું સુંદર આયોજન JJC ચેરમેન કિશોર


વડોદરા : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સોના પાર્ટી પ્લોટ ખાતે જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા 22 મોં જૈન યુવક યુવતી પરિચય મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું એમ સંસ્થાના પ્રમુખ CA દિનેશ નાણાવટી જણાવ્યું હતું. 


ભારત ભરમાં જૈન બાળકોને ભણવા માટે કરોડો રૂપિયાની એજ્યુકેશન સહાય મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિરો જેવા સુદર સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ અમે ઉત્સાહ થી કરીએ છીએ એમ મુંબઈ થી પધારેલ  ચેરમેન કિશોરભાઈ શેઠે જણાવ્યું હતું.આજના આ યુવક યુવતીઓ ના પરિચય મેળા માં ૪૦૦ યુવક યુવતીઓ એ નામ નોંધાવ્યા છે. આવતી ૯ મી ફેબ્રુઆરીએ  સંસ્થા ધ્વારા રક્તદાન શિબિર નું પણ આયોજન કરવામાં આવ્યું છે એમ જૈન જાગૃતિ સેન્ટર ના અગ્રણી હિતેશ શાહે જણાવ્યું હતું.કાર્યક્રમ ના લાભાર્થી પૈકી મ્રદુલાબેન શાંતિલાલ વૈદ ના શ્રેયસભાઈ દોશી વતી યુનિવર્સિટી ના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે અપરણિત યુવક યુવતીઓ ને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે સમાજ માં લવ જેહાદ જેવી બદી ઘુસી ગઈ છે અને જૈન યુવતીઓ ટાર્ગેટ બનતી હોય છે 


તેવી પરિસ્થિતિ માં જૈન જાગ્રુતિ સેન્ટર કલાનગરી દ્વારા અપરણિત યુવક યુવતી પરિચય મેળા દ્વારા સારૂ મનગમતું પાત્ર મળી રહે તેવા ઉદ્દેશથી આ સંસ્થા ધ્વારા આજે ૨૨ મો પરિચય મેળા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આયોજકો ને અંતર થી અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાનમાં રીયલ એસ્ટેટ તથા શેર બજાર ના કિંગ ગણાતા કેતન ભાઈલાલ શાહે  જણાવ્યું કે દરેક યુવક યુવતીઓ પોતાનું સ્વયં નું મુલ્યાંકન કરે અને અને આ પરીચય મેળા માંથી જીવનસાથી ની પસંદગી કરે તેમ ભાર પુર્વક જણાવ્યું હતું.આજના કાર્યક્રમમાં વડોદરા ના સમસ્ત જૈન સંઘ ના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારી, સંસ્થા ના ઉપપ્રમુખ ભરતભાઈ દોશી ફાઉન્ડર હર્ષદભાઈ બગડીયા ,  વલલભસુરી સમુદાય ના જયેશભાઇ શાહ તથા યુનિવર્સિટી ના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત ભારતભરમાંથી જૈન જાગ્રુતિ સેન્ટર ના અગ્રણીઓ પધાર્યા હતા. આજના કાર્યક્રમ માં બધા દાતાઓ નું મોમેનટો આપી ને બહુમાન કરવામાં આવ્યું હતું.

Reporter: admin

Related Post