News Portal...

Breaking News :

સ્વર્ણિમ યોજના અંતર્ગત જેલ રોડ પાણી ટાંકી પૂર્ણ આવતીકાલથી કાર્યરત કરવામાં આવશે :સ્થાયી ચેરમેન

2024-05-04 19:36:33
સ્વર્ણિમ યોજના અંતર્ગત જેલ રોડ પાણી ટાંકી પૂર્ણ આવતીકાલથી કાર્યરત કરવામાં આવશે :સ્થાયી ચેરમેન


સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રી દ્વારા પ્રેસમિત્રોને જણાવવાનું કે, જેલ રોડ ઉપર એક પાણીની ટાંકી હતી જેને જેલ ટાંકી તરીકે ઓળખાતી હતી.

આ જેલ ટાંકીમાંથી ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નં.૧૩ તથા પુર્વ ઝોન વહીવટી વોર્ડ નં.૧૪ ના કેટલાક વિસ્તારો જેવા કે, કોઠી ચાર રસ્તાથી ટાવર ચાર રસ્તા, દાંડીયા બજાર તરફના વિસ્તારો સલાટવાડા, નાગરવાડાના આસપાસના વિસ્તારો, રાજમહેલ રોડની આસપાસના વિસ્તારો વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવતુ હતું. આ ટાંકી સને ૧૯૭૧ માં બનાવવામાં આવી હતી અને ૪૭ વર્ષ થઇ ગયા હોય આ ઉંચી ટાંકીનું સપોર્ટીગ સ્ટ્રક્ચર વિથ પડી જવાના કારણે ભવિષ્યમાં કોઇ દુર્ઘટના ન ઘટે તેમજ પાણીની વિતરણ વ્યવસ્થા ઉપર અસર ન થાય તેથી આ જેલ ટાંકી તોડીને નવી બનાવવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ આયોજનની સાથે સાથે વિસ્તારના નાગરિકોને પાણીની અગવડતા ન પડે તે માટે જેલ ટાંકી તોડતા પહેલા ૩૬.૪૨ લાખ લીટરના બે ભુર્ગભ સંપ તથા ૨૪.૪૩ લાખ લીટરનો એક ભુર્ગભ સંપ બનાવી બુસ્ટીંગ સીસ્ટમથી પાણી પહોંચાડવામાં આવતુ હતુ અને ત્યાર બાદ જે જેલ ટાંકીને તોડવામાં આવી. 


વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ યોજના અંતર્ગત જેલ રોડ પાણીની ટાંકી ખાતે ઉચી ટાંકી પંપરૂમ, ટ્રાન્સ્ફર્મરરૂમ તથા ઇલેક્ટ્રીકલ મીકેનીકલ મશીનરી ઇન્સ્ટુમેન્ટ તેમજ ૫ વર્ષના ઓ એન્ડ એમ સહનું કામ રૂ.૯,૮૯,૬૦,૫૦૯/- નું કામ આપવામાં આવ્યુ હતુ જે કામ પૂર્ણ થયુ છે અને આવતી કાલે આ ટાંકીને કાર્યાન્વિત કરવામાં આવનાર છે. ત્યારે જણાવતા આનંદ થાય છે કે ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નં.૧૩ તથા પુર્વ ઝોન વહીવટી વોર્ડ નં.૧૪ ના કેટલાક વિસ્તારો જેવા કે, કોઠી ચાર રસ્તાથી ટાવર ચાર રસ્તા, દાંડીયા બજાર તરફના વિસ્તારો સલાટવાડા, નાગરવાડાના આસપાસના વિસ્તારો, રાજમહેલ રોડની આસપાસના વિસ્તારોમાં પાણી પુરતા પ્રમાણમાં અને પુરતા પ્રેશરથી પાણી મળી રહેશે.

Reporter: News Plus

Related Post