News Portal...

Breaking News :

જય સાઈનાથ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ફિલ્મ છાવા નિઃશુલ્ક બતાવવાનું આયોજન

2025-02-20 18:04:29
જય સાઈનાથ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ફિલ્મ છાવા નિઃશુલ્ક બતાવવાનું આયોજન


વડોદરા : છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિતે જય સાઈનાથ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વોર્ડ નં.૯ના વિસ્તારના નાગરીકોને નવી રજુ થયેલી ફિલ્મ'છાવા' નિઃશુલ્ક બતાવવાનું આયોજન કરવામાંઆવ્યું હતું.


મોત ડરી થી ઉસકો દેખકર યે ખુદ મોત કા દાવા થા ધરતી કો નાજ  ઉસ પર એસા શેર શિવાજી છાવા થા.  ફિલ્મ  છાવા માં ઔરંગઝેબ તરીકે અક્ષય ખન્ના ભૂમિકા ભજવી હતી ગતરોજ છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિતે જય સાઈનાથ ચેરીટેબલએન્ડએજ્યુકેશન ટ્રસ્ટ દ્વારાવોર્ડ નંબર-૯ ના વિસ્તારના નાગરીકોને નવી રજુ થયેલી ફિલ્મ 'છાવા નિઃશુલ્ક ઇલોરા પાર્ક ખાતે સિનેમા ગૃહમાં બતાવવાનું આયોજન કર્યું હતું.


જેમાં પૂર્વ કાઉન્સિલર અને વડોદરા શહેર કારોબારી સભ્ય રાજેશ આયરે, વોર્ડ નં.૯ ના યુવાકાઉન્સિલર શ્રીરંગ આયરે, ગોપાલ સોરઠીયા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વોર્ડનં.૯ વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ફિલ્મ'છાવા'નિહાળવાનો આનંદ માણ્યો હતો.

Reporter:

Related Post