આજે હનુમાન મંદિરોમાં ધજા પતાકા રોશનીના શણગાર મારુતિ યજ્ઞ. હનુમાન ચાલીસા. અને સવાર સાંજ પ્રસાદીનું આયોજન જાવલા ગામે કરવામાં આવ્યું.ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે..

પૌરાણિક કથાઓ અનુસાર આજનો દિવસ શુભ માનવામાં આવે છે. આ દિવસે રાજા કેસરી અને માતા અંજનીના ઘરે હનુમાનજીનો જન્મ થયો હતો. આજે જાવલા ગામની પવિત્ર ભૂમિમાં સ્વયંભૂ પ્રગટ થયેલ હનુમાનજી નું મંદિર આવેલું છે જ્યાં વર્ષોથી પરંપરાગત રીતે હનુમાન જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે. પુજા અર્ચના અને મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મંદિરમાં સવારથી જ મોટી માત્રામાં ભક્તોનું ઘોડાપુર દર્શન કરવા માટે ઉમટ્યું હતું. આજે રામભક્ત હનુમાનજી નો જન્મોત્સવ હોય ત્યારે સાવલી તાલુકાના અનેક હનુમાન મંદિરોમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે.



Reporter: admin







