ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે આજે 4 ઓક્ટોબર શનિવારે સવારે 10 વાગ્યે જગદીશ પંચાલ (વિશ્વકર્મા)ની સત્તાવાર જાહેરાત અને પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાશે.
જગદીશ પંચાલ કાર્યકરો સાથે ગાંધીનગર જવા રવાના થયા છે. રેલીના રૂટ પર કાર્યકરોએ ઢોલ-નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.નરોડા પાટિયા ખાતે પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાએ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું હતું. આ ઉત્સાહભર્યા માહોલમાં ભાજપની મહિલા કાર્યકરોએ ગરબે ઘૂમીને ખુશી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમણે કેમ્પ હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યાંથી કમલમ્ પહોંચ્યા છે. અહીં ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
જગદીશ પંચાલ (વિશ્વકર્મા) ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળશે. આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેશે. પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત કરાશે.
Reporter: admin







