વડોદરા શહેરના સુભાનપુરા કાર્યાલય ખાતે વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગદગુરુ પૂજ્ય સ્વામી હેમાંગી સખીનું આયરે પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

જેમાં શહેર કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, જીતુ આયરે શ્રીરંગ આયરે સહિત આયરે પરિવાર ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગદગુરુ પૂજ્ય સ્વામી હેમાંગી સખી માં આયરે પરિવારને આશીર્વાદ આપ્યા હતા. ગુજરાત અને વડોદરામાં વૈષ્ણવ કાર્યાલય શરૂ કરવામાં આવશે. ત્યારબાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

પત્રકાર પરિષદમાં વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગદગુરુ પૂજ્ય સ્વામી હેમાંગી સખી માં એ વૈષ્ણવ કિન્નર અખાડા પરિષદની કામગીરી અંગેની જાણકારી ,જેમાં મહાકુંભ યાત્રા દરમિયાન મમતા કુલકર્ણી લઈને વિવાદ સર્જાયો હતો તેના પર પણ પ્રતિક્રિયા આપી હતી .જેમાં કિન્નર અખાડા મહામંડલેશ્વર જગતગુરૂશ્રી હેમાંગી સખી માઁ સનાતન ધર્મને કઈ રીતના આગળ વધારવું તેની મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું.



Reporter:







