તેજગઢ ગ્રામ પંચાયતની હદમાં રહેતા પુનમભાઇ ઉર્ફે માનસૂરભાઈ આલાભાઈ ચારણ તથા તેમના પરિવારજનો દ્વારા ગામમાં ભટની વાતાવરણ ઉભુ કરવામાં આવતું હોવાનો, કાયદાનો દુરુપયોગ કરવો, દાદાગીરી કરવી, મારામારી કરવી,બીજાની જમીનોમાં દબાણ કરવા, બીજાની મિલકતો ગેરકાયદેસર રીતે પચાવી પાડવી,ફરિયાદ થાય તો બદ ઇરાદા સાથે સામે અનેક માણસો સામે ક્રોસ ફરિયાદ કરી દબાણ ઉભુ કરવું, પોતાનું ધાર્યું કરી સમાધાન કરાવી લઇ પાછી અરાજકતા ફેલાવવી જેવા આરોપો સાથે આજરોજ તે ગ્રામજનો દ્વારા બજાર જડબેસલાક બંધ રાખવામાં આવ્યું હતું.
બજાર બંધ રાખીને તેજગઢ ગામમાં રેલી કાઢીને છોટા ઉદેપુર સેવા સદન ખાતે પહોંચી અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને ન્યાયની માંગણી કરવામાં આવી હતી.ઉપરાંત તેજગઢના ગ્રામજનો દ્વારા પુનમભાઇ ઉર્ફે માનસુર આલાચારણ, નાગબાઈ માનસુર ચારણ, રિંકુ માનસુરચારણ, સોનલ માનસુર ચારણ, કિશન માનસુર ચારણ,મધુબેન કિશનભાઇ ચારણ,ગોપી માનસુરભાઈ ચારણ, જાનીબેન માનસુરભાઈ ચારણ અને રાજેશ્વરી માનસુરભાઈ ચારણ સામે આકરામાં આકરી સજા કરવાની માંગ કરતું આવેદનપત્ર અધિક કલેકટરને આપીને માંગ કરી હતી.શા માટે તેજગઢનું બજાર બંધ રહ્યું ?
તા.૧૩ જૂનના રોજ વિવાદિત મિલકત માટે બે જૂથ વચ્ચે ઝગડો થયો હતો, આ ઝગડાને લઇને બન્ને જૂથો દ્વારા સામ સામે ફરિયાદો કરવામાં આવી હતી જેમાં આવેદનપત્રમાં કરાયેલ આક્ષેપ પ્રમાણે બજારની એક દુકાન પચાવી પાડવાના હેતુથી દુકાનમાં જઈ ન શકાય તે રીતે દુકાનના આગળના ભાગમાં સૂકા ઘાસના પૂડા મૂકી દબાણ ઉભુ કર્યું હતું.દુકાન માલિકોએ પૂડા હટાવવાની કોશિશ કરતા તેમના પરિવારના સભ્યોએ મારામારી કરી, પુનમભાઇ તથા તેના પરિવારના સભ્યો તો પુડા સળગાવી તેની આજુબાજુની બધી દુકાનો સળગાવવા જ માંગતા હતા, તેઓએ કેરોસીનના વ્યવસ્થા પણ કરી હતી.અને આ કેરોસીન ત્યાં હાજર એક બહેન ઉપર છાંટ્યું હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. જે અનુસંધાને બન્ને પક્ષે પોલીસ ફરિયાદ થતા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.
Reporter: News Plus