વડોદરા : વડોદરા મહાપાલિકામા વર્ષોથી ફાઇલેરિયા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ ને ભરતી કરાયા પછી આ કર્મચારીઓની ભરતી કેન્સલ થઈ હોવાનું જાણવા મળ્યું, આ જાણ થતા નારાજ કર્મચારીઓ પાલિકાની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા
પાલિકાના ફાઇલેરિયા વિભાગમાં કામ કરતા લોકો શહેરમાં ફોગિંગ પાવડરનો છંટકાવ જેવી ફિલ્ડ વર્કની કામગીરી કરે છે.આ પૈકી કેટલાક છેલ્લા દસ વર્ષથી તો કેટલાક સાત કે પાંચ વર્ષથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 36 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી અને મેરીટ પર નામ પણ ચડાવવામાં આવ્યું હતું.
બે દિવસ બાદ કર્મચારીઓને ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા કર્મચારીઓ ભારે દુઃખી થઈ પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની સાથે રાખી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તેઓએ પોતાની આપ વીતી મીડિયા સમક્ષ વર્ણવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે મેરીટમાં નામ ચડાવી દીધા બાદ કર્મચારીઓ નોકરી પર હાજર પણ થઈ ચૂક્યા હતા અને એકાએક બપોર બાદ તેઓને આ ભરતી કેન્સલ થયું હોવાનું જણાવતા કર્મચારીઓ ભારે હતાશ થયા હતા.
Reporter: admin