વડોદરા: નિઝામપુરા વિસ્તારમાં સાંઇ કે દિવાને ગૃપના હિરેનભાઇ રાજપૂત દ્વારા ચાર વિકલાંગોને ટ્રાઇસિકલ, વ્હિલચેર ની સેવા આપવામાં આવીછે.

શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સાંઇ બાબાના મંદિર ખાતે સામાજિક કાર્યકર હિરેનભાઇ રાજપૂત દ્વારા સાંઇ કે દિવાને ગૃપ નામથી સેવાકાર્ય કરવામાં આવે છે.અહી રવિવારે ભૂખ્યાને ભોજન અને વિકલાંગોને ટ્રાઇસિકલ, વ્હિલચેર ની સેવાઓ આપવામાં આવતી હોય છે ત્યારે આજરોજ અહીં ચાર જેટલા વિકલાંગ ભાઇ બહેનો કે જેઓની કિરણદીપ કૌર એનજીઓ ચલાવે છે

તેઓ દ્વારા સૂચિત ચાર વિકલાંગોને વ્હિલચેર તથા ટ્રાઇસિકલનુ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી, વોર્ડ પ્રમુખ નરેશ સોલંકી, મહામંત્રી તથા એનજીઓના કિરણદીપ કૌર, સાંઇ કે દિવાને ગૃપના ફાઉન્ડર હિરેનભાઇ રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.



Reporter: admin







