સ્માર્ટ સિટી વડોદરામાં ઘણી વખત ચોકાવનારા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. તેવામાં તરસાલીના એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા ગયેલા લોકોએ પેટ્રોલ ની જગ્યા પર પાણી ભરી આપ્યું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. ત્યારે વાહન ચાલકોએ અધિકારીઓ સાથે વાતચીત કરવા જણાવ્યું હતું પરંતુ કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ એસ આર ના પેટ્રોલ પંપ ઉપર ગત મોડી રાત્રે કેટલાક લોકો પેટ્રોલ ભરાવવા માટે ગયા હતા. આ દરમિયાન કેટલાક વાહન ચાલકોએ પેટ્રોલની જગ્યાએ પાણી ભર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી મધ્યમ વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે આવી ઘટનાઓથી લોકોમાં રોષ ફેલાયો હતો.
અત્રે મહત્વની બાબત એ છે કે ગત રોજ વડોદરા શહેરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. તેવામાં પેટ્રોલ ની જગ્યા ઉપર પાણી નીકળતા તરસાલીના એસાર પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોએ ગંભીર આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
Reporter: News Plus