ઈરાન : ઈઝરાયલના સૈન્યએ ફરી એકવાર લેબેનોનમાં ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર તાબડતોબ હવાઈ હુમલા કર્યા છે.
આ વખતે 100થી વધુ ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા. લેબેનોનના હવાઈ હુમલાના જવાબમાં ઈઝરાયલ દ્વારા આ કાર્યવાહી કરાઈ હોવાની જાણકારી મળી રહી છે. આ દરમિયાન હિઝબુલ્લાહના ઠેકાણે હુમલા વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ સુરક્ષા કેબિનેટની ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી. આ હુમલા વિશે ઈઝરાયલી મીડિયાએ કહ્યું કે આઈડીએફના ચીફ ઓફ સ્ટાફ આ હુમલાનું નિરીક્ષણ જાતે જ કરી રહ્યા છે.
ગુપ્તચરોની જાણકારીના આધારે અમારી વાયુસેના હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર વીણી વીણીને હુમલા કરી રહી છે. છેલ્લા એક કલાકથી વધુ સમય દરમિયાન ડઝનેક લડાકૂ વિમાનોએ દક્ષિણ લેબેનોનમાં કહેર વર્તાવ્યો છે. બીજી બાજુ તેલ અવીવ નજીક આવેલા બેન ગુરિયન એરપોર્ટ પર હાલમાં અસ્થાયી રૂપે સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે અને ઉત્તર ઈઝરાયલમાં પણ રોકેટના સાયરન વાગી રહ્યા છે. ઈઝરાયલી નેશનલ ઈમરજન્સી એન્ડ એમ્બ્યુલન્સ સર્વિસ, એમડીએએ કહ્યું કે અમે દેશભરમાં એલર્ટનું સ્તર વધારીને ગંભીર સ્તરે લઈ ગયા છીએ.
Reporter: admin