News Portal...

Breaking News :

ટ્રમ્પે બોમ્બીંગ બંધ કરવા કહ્યું છતાં ઇઝરાયલે બોમ્બીંગ ચાલુ રાખ્યું

2025-10-06 10:46:58
ટ્રમ્પે બોમ્બીંગ બંધ કરવા કહ્યું છતાં ઇઝરાયલે બોમ્બીંગ ચાલુ રાખ્યું


તેલ અવીવ : શનિવારે ઇઝરાયલે કરેલી એર સ્ટ્રાઇકને લીધે સહિત કુલ ૭૦ પેલેસ્ટાઈનીના મૃત્યુ થયાં છે.પ્રમુખ ટ્રમ્પે ઇઝરાયલને તત્કાળ બોમ્બીંગ બંધ કરવા કહ્યું હોવા છતાં ઇઝરાયલે બોમ્બીંગ ચાલુ રાખ્યું છે. 


નિરીક્ષકોને આશંકા છે કે ઇઝરાયલનાં આ કૃત્યથી ટ્રમ્પનો ગાઝા પીસ પ્લાન પડી ભાંગવાની કગાર ઉપર આવી ગયો છે. હમાસે ટ્રમ્પનો પીસ પ્લાન સ્વીકાર્યો હોવા છતાં ઇઝરાયલે હુમલા બંધ નથી કર્યા, અને હજી સુધીમાં ઇઝરાયલી હુમલામાં થયેલો મૃત્યુ આંક શનિવારે તો સૌથી વધુ નોંધાયો હતો.અલ જઝીરા જણાવે છે કે આ એર સ્ટ્રાઇક્સને લીધે ગાઝા શહેરમાં જ ૪૫નાં મૃત્યુ થયાં હતાં, અને ૧૦ લાખથી વધુ પેલેસ્ટાઇનીઓને તેથી ઓછું વત્તું નુકસાન થયું હતું.બીજી તરફ ઇઝારયલી સેનાએ પેલેસ્ટાઇનીઓને દક્ષિણ તરફ ખસી જવા હુક્મ કર્યો છે અને ઉત્તરનો સમગ્ર વિસ્તાર ખાલી કરવા કહી દીધું છે.


ગાઝા પાસેનાં તુફાટમાં રહેણાંકનાં મકાનો ઉપર પણ થેયલી એર સ્ટ્રાઇકસથી ૧૮નાં મૃત્યુ થયાં હતાં, અને અનેકને ઇજાઓ થઇ હતી. બચાવ ટુકડીઓ કામ કરતી હતી ત્યારે પણ બાજુનાં એક મકાનમાં ધડાકો થયો હતો.આખરે ઇઝરાયલે બોમ્બીંગ બંધ કર્યું. ટ્રમ્પે તેની પ્રશંસા કરતાં કહ્યું કે હમાસે જરા પણ સમય ગુમાવ્યા સિવાય તમામ અપહૃતોને મુક્ત કરવા જોઇએ. નહીં તો ખાનાખરાબી થઇ જશે.આ સાથે ટ્રમ્પે કહ્યું કે અપહૃતોને મુક્ત કરવા માટે હમાસને ઇઝરાયલને આપેલા સમયની હું સરાહના કરૂં છું. હમાસે વહેલામાં વહેલી તકે અપહૃતોને મુક્ત કરી દેવા જ પડશે હું તેમાં સમય બગડે તે સહી શક્તો નથી. કારણ કે ઘણા તેમ માને છે કે ગાઝા ફરી ભયાવહ બની રહેશે માટે આપણે વહેલામાં વહેલી તકે તે યુદ્ધ બંધ કરીએ. સૌ કોઇને ન્યાય મળે તેવું કરીએ.

Reporter: admin

Related Post