News Portal...

Breaking News :

ઈઝરાયલે ઈરાનની રાજધાની તેહરાન પર કર્યો હુમલો:ભયાનક દ્રશ્ય દેખાયા

2025-07-04 12:31:30
ઈઝરાયલે ઈરાનની રાજધાની તેહરાન પર કર્યો હુમલો:ભયાનક દ્રશ્ય દેખાયા


તહેરાન : ઈઝરાયલના ઈરાન પર હુમલાનો એક કાળજુ કંપવાનારો વીડિયો સામે આવ્યો છે, જે જોઈને કોઈ પણ વ્યક્તિના રૂવાંડા ઊભા થઈ જશે. 



ઈઝરાયલે આ હુમલો ઈરાનની રાજધાની તેહરાન પર કર્યો હતો. આ હુમલો એટલો ખતરનાક હતો કે આવા ભયાનક દ્રશ્યો ફિલ્મોમાં પણ ભાગ્યે જ જોવા મળે છે.ઈઝરાયલે ઓપરેશન 'રાઈઝિંગ લાયન' દરમિયાન આ ભીષણ હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલાનો ભયાનક વીડિયો જોઈને લોકોમાં ડર ફેલાઈ ગયો છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, ઈઝરાયલી વાયુસેનાએ 12 દિવસ સુધી ચાલેલા યુદ્ધના છેલ્લા દિવસોમાં ઈરાનની રાજધાની તેહરાનમાં સરકારી ઈમારત પર શ્રેણીબદ્ધ હવાઈ હુમલા કર્યા હતા. 


આ હુમલાની હવે ઈઝરાયલી સંરક્ષણ મંત્રાલય દ્વારા તપાસ ચાલી રહી છે. એવું કહેવાય છે કે આ હુમલાઓનું લક્ષ્ય તેહરાનના ઉત્તર ભાગમાં જિલ્લા 1માં ઈરાની શાસન સાથે સંકળાયેલી એક ઈમારત હતી. તેમાં ઓછામાં ઓછી બે મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાંથી એક મિસાઈલે ઈમારતને ટાર્ગેટ કરી. જ્યારે બીજી મિસાઈલ ચૂકી ગઈ અને તેના બદલે તેણે નજીકના તજરીશ રાઉન્ડઅબાઉટ પર પાર્ક કરેલા ઘણા વાહનોને નુકસાન પહોંચાડ્યું.

Reporter: admin

Related Post