News Portal...

Breaking News :

વડોદરાની ઈશ્વા દેસાઈ એ ગોવા ખાતે યોજાયેલ સી સ્વીમીંગ સ્પર્ધામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો.

2025-04-24 15:17:41
વડોદરાની ઈશ્વા દેસાઈ એ ગોવા ખાતે યોજાયેલ સી સ્વીમીંગ સ્પર્ધામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો.


સી સ્વીમીંગ સ્પર્ધા  ગોવા એક્વેટિક ક્રાઉન 2025 દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સ્પર્ધા નો આયોજન કરવામાં આવતું હોય છે 

આ સ્પર્ધા "સી સ્વીમીંગ સ્પર્ધા"નો અર્થ "Sea Swimming Competition" થાય છે, એટલે કે સમુદ્રમાં આયોજિત તરણ સ્પર્ધા યોજાતી હોય છે જેમાં આ સ્પર્ધામાં 17 થી 40 વર્ષની બેહેનો ભાગ લે છે. આ સ્પર્ધા ગોવા ખાતે યોજાઇ હતી. જેમાં વડોદરા ની ઈશ્વા દેસાઈ ની સાથે 30 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં આ સી સ્વીમીંગ સ્પર્ધા બે કિલોમીટર ની યોજાઈ હતી જેમાં વડોદરાની ઈશ્વા દેસાઈ એ તમામ સ્પર્ધકોને પાછળ રાખી બીજો ક્રમાંક મેળવ્યો હતો. 


જેમાં વડોદરા મહાનગરપાલિકાના સિનિયર કોચ તરીકે ફરજ બજાવતા આકાશ મોદીના નેતૃત્વમાં તમામ પ્રેક્ટિસ અને માર્ગદર્શન આપવામાં આવ્યો હતો જેમાં ઈશ્વા દેસાઈ એ બીજો ક્રમાંક મેળવ્યો હતો. અને વિજેતા ને ગોવાના સીએમ ના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ વિજય માટે ઈશ્ચા દેશાઈ એ વડોદરા મહાનગર પાલિકાના સિનિયર કોચ આકાશ મોદી ને શ્રેય આપ્યો હતો

Reporter: admin

Related Post