વડોદરામાં કાયદો શું ફક્ત સામાન્ય નાગરિકો માટે જ છે…?
શહેરની ગલીઓમાં રોજ ફરતી ડોર-ટુ-ડોર કચરો ઉઠાવતી ગાડીઓ, હવે નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતી જોવા મળે છે.

આ ગાડીઓમાં ક્યાંય પણ કાયદાનું પાલન જોવા મળતું નથી—ઓવરલોડ કચરાથી ભરેલી ગાડીઓ, ધડાધડ દોડતી,અને ઉપરથી હવે તો આ ગાડી ઓ પર પણ પ્રેસના સ્ટીકર લગાવેલા જોવા મળે છે જે જાણે ટ્રાફિક નિયમો તોડવાની મંજૂરીનો પાસ બની ગયા હોય! આવી ગાડીઓને ટ્રાફિક પોલીસ રોકતી કેમ નથી? જ્યાં સામાન્ય ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર ચાલકને કાયદાનો નાનો પણ ભંગ થાય તો તરત મેમો આપવામાં આવે છે,ત્યાં આ ગાડીઓ પર કોઈ કાર્યવાહી કેમ નથી થતી?
શું આ ગાડીઓના ફિટનેસ સર્ટિફિકેટ ક્યારેય ચેક થાય છે ખરા? અને શું આ ચાલકો પાસે લાયસન્સ છે કે નહીં —તેની તપાસ પણ ક્યારેય કરવામાં આવે છે ખરી? કાયદો સૌ માટે સમાન છે કે પછી અલગ-અલગ વર્ગો માટે અલગ નીતિ છે?” વડોદરામાં આવી ગાડીઓના બેફામ વલણથી ટ્રાફિક સલામતી અને કાયદાના અમલ પર ગંભીર સવાલો ઉભા થયા છે.
Reporter: admin






 
                                 
                             
                         
                                            
                                        

 
                             
                             
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                        