News Portal...

Breaking News :

વાયરસને ફેલાતો અટકાવવા માટે કોરોના જેવી માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે?

2025-01-07 16:56:08
વાયરસને ફેલાતો અટકાવવા માટે કોરોના જેવી માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે?


મુંબઈ : HMPV નો ચેપ કોઈ પણ વ્યક્તિને લાગી શકે છે, પરંતુ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સૌથી પહેલા ઝપેટમાં લઈ શકે છે. લગભગ 5-16% કેસમાં ન્યુમોનિયા જેવી તકલીફ થઇ શકે છે. 


વૃદ્ધ વ્યક્તિઓ પણ વધુ ગંભીર લક્ષણોનો અનુભવ કરી શકે છે. આરોગ્ય નિષ્ણાતોએ હાલ ગભરાવાનું કોઈ કારણ નથી, ચેપ લાગવાનું વધુ જોખમ ધરાવતા વ્યક્તિઓએ વાયરસના સંપર્કમાં આવવાથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે.સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ આ વાયરસની તુલના કોવિડ-19 સાથે કરી રહ્યા છે. તેમજ લોકડાઉન લાગશે કે કેમ?નો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. 2019-20માં ચીનમાંથી કોરોના વાયરસની શરૂઆત થઈ હતી.


આ વાયરસને ફેલાતો અટકાવવા માટે કોરોના જેવી જ માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે. હાલમાં એચએમપીવી સામે રક્ષણ આપવા માટે કોઈ રસી ઉપલબ્ધ નથી. આ સિવાય એન્ટિ-વાયરલ દવાઓના ઉપયોગથી તેના પર કોઈ અસર થતી નથી.આ વાયરસમાં સામાન્ય રીતે ઉધરસ, તાવ, ગળામાં દુખાવો, વહેતું નાક જેવા લક્ષણો જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. નાના બાળકો, વૃદ્ધો અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને સૌથી પહેલા અસર થઈ શકે છે.

Reporter: admin

Related Post