સાગો સુપ બનાવવા માટેની સામગ્રીમાં 1 વેજિટેરિયન ક્યુબ, 4 કપ પાણી, 2 ચમચી સાબુદાણા, 1 ડુંગળી લાંબી સ્લાઈસમાં સમારેલી, 1 ગાજર, ચપટી મરી પાવડર, 1 ચમચી લીબુંનો રસ, 1 ચમચી સોયાસોસ, અડધી ચમચી ખાંડ અને મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.
4 કપ પાણીમાં એક વેજિટેરિયન ક્યુબ અને સાબુદાણા નાખીને ગરમ કરવા. સાબુદાણા ચઢી જાય એટલે તેમાં ડુંગળી અને ગાજર નાખી પાંચ મિનિટ ઉકળવા દેવું. હવે તેમાં મીઠુ, મરી પાવડર, લીબુંનો રસ, સોયાસોસ અને ખાંડ ઉમેરવી. સુપ ઘટ્ટ થાય એટલે ડુંગળીની રિંગ ભભરાવી પીરસી લેવું.
Reporter: admin