ભુજ: છઠ્ઠી જાન્યુઆરીએ રાજ્યભરમાં ચકચારી ઘટના બની હતી. કંઢેરાઈ ગામે સોમવારે વહેલી સવારે 21 વર્ષીય ઇન્દિરા મીણા નામની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઈ હતી. જો કે, આ યુવતી જીદગીની જંગ હારી ગઈ છે.
હાલ ફાયર બ્રિગેડ સહિતની વિવિધ રેસ્ક્યુ ટીમ દ્વારા યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, બોરવેલમાં ફસાયેલી 21 વર્ષીય ઇન્દિરા મીણાનું રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. રેસક્યુ દરમિયાન મૃતદેહને બોરવેલ માંથી 300 ફૂટ ઉપર આવ્યા બાદ ફરી નીચે પટકાયો હતો. જોકે યુવતીના મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મૃતદેહ ફૂલી જવાથી મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી નથી.ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે સોમવાર વહેલી સવારે કાનજી મીણા નામની ખેત મજૂર યુવતી વાડીના 500 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગઇ હતી.
યુવતી અકસ્માતે પડી છે કે આત્મઘાતી પગલું ભર્યું છે તે હજુ બહાર આવ્યું નથી.રાજસ્થાનના પ્રતાપગઢની અને હાલ પિતરાઈ ભાઈ સાથે ભુજ તાલુકાના કંઢેરાઇ ગામમાં છેલ્લા છથી આઠ વર્ષથી વાડીમાં રહીને ખેત મજૂરીનું કામ કરતી યુવતી સોમવારે વહેલી સવારે સવા પાંચ વાગ્યાના અરસામાં નિત્યક્રમ કરવા માટે બહેન સાથે નીકળી હતી. યુવતી ઘરે પરત ન આવતા તપાસ દરમિયાન વાડીમાં આવેલા 500 ફૂટ ઊંડા ખુલ્લા બોરમાંથી યુવતીનો બચાવો-બચાવોનો અવાજ સંભળાયો હતો. જેથી યુવતીના ભાઈએ વાડીના માલિકને જાણ કરી હતી. તે બાદ પોલીસને જાણ કરવામાં આવતા રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
Reporter: admin