News Portal...

Breaking News :

ઈરાને ઈઝરાયલ પર હુમલો કરીને મોટી ભૂલ કરી: નેતન્યાહૂ

2024-10-02 09:55:59
ઈરાને ઈઝરાયલ પર હુમલો કરીને મોટી ભૂલ કરી: નેતન્યાહૂ



જેરુસેલમ : ઈઝરાયેલે હમાસના વડા હાનિયાહ અને હિઝબુલ્લાહના વડા નસરલ્લાહનો ખાત્મો બોલાવ્યા પછી મધ્ય-પૂર્વમાં દુનિયાને જેનો ડર સતાવી રહ્યો હતો તે આખરે સાચો પડયો છે. 


ઈઝરાયેલે અગાઉથી આપેલી ચેતવણી મુજબ તેનું સૈન્ય મંગળવારે દક્ષિણ લેબનોનમાં ઘૂસ્યું હતું અને જમીની હુમલો કરતા હિઝબુલ્લાહના સ્થળોને નિશાન બનાવ્યા હતા. બીજીબાજુ અંતે ઈરાન પણ મધ્ય-પૂર્વના યુદ્ધમાં કૂદી પડયું છે. ઈરાને મંગળવારે રાતે ઈઝરાયેલ પર 100થી વધુ મિસાઈલનો મારો કર્યો હોવાનો આઈડીએફે દાવો કર્યો છે. આ સિવાય ઈઝરાયેલમાં તેલ અવિવ નજીક આતંકી હુમલો પણ થયો છે.ઈરાને આખરે મંગળવારે રાતે ઈઝરાયેલ પર હુમલો કરી દીધો છે. ઈરાને ઈઝરાયેલના અનેક વિસ્તારો પર 500થી વધુ મિસાઈલ છોડયા છે.


ઈઝરાયેલના સૈન્યે કહ્યું કે, ઈરાને બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે. ઈરાનના આ હુમલાની અમેરિકાએ અગાઉથી જ ઈઝરાયેલને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે ઈરાન હુમલો કરશે તો તેના ગંભીર પરિણામ આવશે. અમેરિકન પ્રમુખ બાઈડેને ઈરાનની મિસાઈલોને તોડી પાડવા માટે તેના સૈન્યને આદેશ આપ્યો છે. આ હુમલા બાદ નેતન્યાહૂએ ધમકી આપી હતી કે ઈરાને ઈઝરાયલ પર હુમલો કરીને મોટી ભૂલ કરી દીધી છે, હવે તેણે  કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઇએ.

Reporter: admin

Related Post